________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] સત્વવંત પ્રાણીનું લક્ષણ
૩૮૫ કે જેથી તું આ અકાળે ઉતાત કરાવનાર વરસાદના કણીયાની માફક આંખમાંથી અશ્રુ પાડે છે.”
સુભદ્રા ગદગદિત થઈને બેલી કે, “સ્વામિન્ ! આપના ભૂવનમાં મને લેશ માત્ર દુઃખ નથી. પરંતુ મારા ભાઈ શાલિભદ્ર રાજા ઘેર પધાર્યા તે દિવસથી ઉદાસ થઈ ગયા છે. વીરભગવંતના વચન શ્રવણથી પરમ વૈરાગ્ય વડે તેનું અંતકરણ વાસિત થયું છે. તે વ્રત લેવાને ઇચ્છે છે, અને હમેશાં એક પત્નિને ત્યાગ કરે છે. એક મહિનામાં તે બધી સ્ત્રીઓ ત્યજી દેશે અને પછી વ્રત ગ્રહણ કરશે. તે વખતે મારા પિતાનું ઘર ભાઈ વગરનું અરણ્ય જેવું ઉગ કરનારૂ થઈ પડશે. આ ભાઈને ભાવી વિગ સાંભરવાથી મને ચક્ષુમાંથી અશ્રપાત થાય છે; બીજુ કાંઈ પણ મને દુખ નથી.
આ પ્રમાણેના સુભદ્રાના વચન સાંભળીને જરા હસી સાહસના સમુદ્ર જેવા ધન્યશેઠ બોલ્યા કે, “ શાલિભદ્ર હમેશાં એક એક સ્ત્રીને સજે છે. તેમ કરવાથી તે તે મને બહુ મહીકણુ લાગે છે. પ્રિયે ! કાયર પુરૂષ હોય છે તે ધીર પુરૂષે કરેલી વાર્તા સાંભળીને ઉલસાયમાન થાય છે. ધીરના આચરણનુંસાર કરવાને ઈચછે છે, તે પ્રમાણે આદરવાને તૈયાર થાય છે, પરંતુ પછી અલપ સત્વવંત હોવાથી મંદ થઈ જાય છે. નહિ તે ભગવંત મહાવીર પ્રભુના વચનામૃતથી સીંચાયેલ અને વ્રત લેવાના પરિણામથી જેનું ચિત્ત ઉલ્લાસ માન થયું હોય તે મંદ કેવી રીતે થાય ? વીર પુરૂષ તે જે નિર્ણય કરે, તદનુસાર વજ. પ્રાણુતે પણ નિર્ણયને ત્યજતા નથી. પ્રિયે ! પહેલાં તે પ્રાણુઓ અ૫ કાળમાં કાર્ય કરવાની ઈચ્છાવાળા થાય છે, પરંતુ પછીથી નિઃસવ બની વિલંબ કરવાથી કાર્ય સિદ્ધિ કરી શકતા નથી. તેથી તત્વજ્ઞ એવા સાવિકપ્રાણીઓ વિલંબ વગર કાર્ય સાધવામાં જ વિશિષ્ટતા માને છે. કેઈ પણ કાર્ય કરવા ધારે છે તે પછી જેમ જલદી થાય તેમજ કરે છે, તેમાં વિલંબ કરતા નથી.
49
For Private and Personal Use Only