________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦૪
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ “જીવને બંધ, નિર્જરા, અને મેક્ષ છે કે નહી” એ વિષે
મંડિક નામના પંડિતના મનમાં શંકા મંડિક પંડિતની હતી. તે પિતાના સાડા ત્રણ શિષ્યની શંકાનું સમાધાન. સાથે પ્રભુના સમવસરણમાં આવ્યા. પ્રભુને
પ્રણામ કરી યોગ્ય સ્થાનકે બેઠા પ્રભુએ તેમના મનની શંકા પ્રથમ કહી બતાવી, અને જણાવ્યું કે, “આત્માને બંધ અને મોક્ષ થાય છે એ વાત પ્રસિદ્ધ છે મિથ્યાત્વ, અવિરતી, કષાય, અને યોગ એ કર્મબંધના મૂખ્ય હેતુ છે. તેના સેવનથી છો જે કર્મને બંધ કરે તે બંધ કહેવાય છે. તે કર્મ બંધને લીધે પ્રાણીઓ દેરીની સાથે બંધાયે હાય તેમ નરક, તિ
ચ, મનુષ્ય અને દેવતા એ ચાર ગતિમાં પરિભ્રમણ છત પરમ દારૂણ દુખને અનુભવ કરે છે. જ્ઞાન, દર્શન, ચારિત્રાદિનું આરાધન કર્મ નિજ ( વિગ) ના હેતુઓ છે. તેમના સેવનથી પ્રાણીઓ કર્મથી સર્વથા રહિત થાય છે અને તેને મેક્ષ કહે છે, જ્યાં પ્રાણીને અનંત સુખ હોય છે. જો કે જીવ અને કમને પરસ્પર સંબંધ અનાદિ સિદ્ધ છે, પણ અગ્નિથી સુવર્ણ અને પાષાણ જુદા પડી જાય છે, તેમ જ્ઞાનાદિકના આરાધનથી જીવ અને કર્મને વિયોગ થાય છે. આવા પ્રકારના ઉપદેશથી તેમના મનને સંશય દુર થયો અને તેમણે પિતાના શિષ્યો સહિત દીક્ષા લીધી.
અચલબ્રાતા નામના પંડિતને પુણ્ય અને પાપના સંબંધ
સંદેહ હતો. તેઓ પિતાના ત્રણ શિખે અચલજાતાના સહિત પ્રભુના સમવસરણમાં આવ્યા. સંશયનું છેદનતેમને પ્રભુએ કહ્યું કે “ તમારા મનમાં
પુણ્ય અને પાપ એ કંઈ છે જ નહી, એ વિષે શંકા છે. પણ હું અચલજાતા ! પુણ્ય અને પાપના સંબંધમાં તમે જરા પણ શંકા ધરશે નહીં, કારણ કે આલેકમાં પુણ્ય અને પાપનું ફળ પ્રત્યક્ષ જણાય છે, તેમજ વ્યવહારથી પણ પ્રસિદ્ધ થાય છે. દીર્ઘ આયુષ્ય, આરોગ્ય, રૂપ, લક્ષ્મીની પ્રાપ્તિ
For Private and Personal Use Only