________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] પરિસહનું વર્ણન.
૧૯૩ કરે તે યુકત નથી. એમ ચિંતવી ક્રોધ ન કરે અને સમ્યક્ રીતે આક્રોશ સહન કરે, તેને આક્રોશ પરિસહ કહે છે.
૧૩ વધ પરિસહ–કઈ દુષ્ટાત્મા સાધુને ઢીંકા, પા, ચાબુક કશાદિકના પ્રહાર કરે, અથવા વધ કરે, તે પણ તેના ઉપર મનમાં લગીર પણ રોષ લાવે નહી. પરંતુ અકલુષિત ચિત્તરાખે અને વિચાર કરે કે આ મહારૂં શરીર તે પુદ્ગલરૂપ છે; એ તે અવશ્ય નાશ થવાના સ્વભાવવાળું છે; અને મહારે આત્મા તે એ થકી જુદે જ છે, કારણ કે જીવને તે કઈ વધ કરી શકે જ નહીં, મહારે આત્મા અમર છે. આ શરીરના સંબંધથી મને જે દુઃખ થાય છે, તે તે મહારાં કરેલાં અશુભ કર્મ ઉદય આવ્યાં છે, તેનું એ ફલ છે. એવી બુદ્ધિથી પતે સમભાવમાં રહે, અને ઉપસર્ગ કરનારને મિત્ર તુલ્ય ગણે તેને વધ પરિસહ કહે છે.
૧૪ યાચના પરિસહ–યતિએ સંયમના નિર્વાહને અર્થે વસ્ત્ર પાત્ર, અન્ન, પાન, ઉપાશ્રય, પ્રમુખ કેઈ પણ ચીજ અર્થાત એક સલી કે તૃણખલા જેવી ચીજ પણ માગ્યા સીવાય લેવી નહી. પિતાના શરીર શોભાના માટે તે યાચના કરવાની જ નથી, પણ પ્રજન પડે લજજા છાંડીને યાચના કરે. યાચના કરતી વખતે એવી વિચારણા કરે નહીં કે, રાંધેલા ધાન્યને અર્થે અથવા નજીવી ચીજને માટે, કેઈ માણસને ઘેર જઈ યાચના કરવી, તે કરતાં તે ગૃહસ્થાવાસમાં રહેવું જ સારૂ; કે જ્યાં આપણુ પરાક્રમથી કમાણી કરી, અન્નાદિકનું દીનહીનાદિકને દાન કરી પછી જમીએ; એવી વિચારણા કરી ગૃહસ્થપણને ઇરછે નહિં. યાચના કરતાં કઈ નહી આપે તો ? અથવા ગૃહસ્થને ઘેર જઈ યાચના કરી મહારું વજન ગુમાવી હું શી રીતે યાચના કરૂં ? ઇત્યાદિક ચિંતવન નહિ કરતાં યાચના કરવી, ભિક્ષા માગવી, તેને યાચના પરિસહ કહે છે.
૧૫ અલાભ પરિસહ–યતિને કઈ વસ્તુની ઇચ્છા છે, અને ગૃહસ્થના ઘરમાં તે વસ્તુ ઘણી છેઃ સાધુ માગવા ગયા
25
For Private and Personal Use Only