________________
ભક્તિના વીસ દોહરા
૨૫
ચિલાતીપુત્રનો દાખલો આવે છે કે તેના હાથમાં એક મનુષ્યનું માથું છે અને બીજા હાથમાં લોહીથી ખરડાયેલી તલવાર છે અને દોડતો દોડતો જંગલમાં જતો હોય છે. રાજાના સૈનિકો તેની પાછળ પડ્યા છે. કેમકે તેણે કોઈનું ખૂન કર્યું છે. ત્યાં જંગલમાં એક સ્થળે તેણે એક મુનિને જોયા, જે ધ્યાનમાં પરમ શાંત મુદ્રામાં બેઠા હતા. એમને જોઈ તેને થયું કે આ મહાશાંત છે. બસ ! મારે આવી શાંતિ જોઈએ છે. તેથી તેણે મહામુનિને વિનંતી કરી કે પ્રભુ ! તમારા જેવી શાંતિ મને પ્રાપ્ત કરાવો. હું બહુ અશાંત છું. મુનિએ તેના તરફ દૃષ્ટિ કરીને જોયું તો તેમને બધો ખ્યાલ આવી ગયો કે આ માણસ શું કરીને આવ્યો છે ? કેમકે, લોહીવાળી તલવાર અને મનુષ્યનું માથું તો હાથમાં જ હતા. પછી મુનિએ ફક્ત ત્રણ શબ્દો જ કહ્યા કે ઉપશમ, સંવર, વિવેક. તે કલ્યાણનો મુખ્ય માર્ગ છે. ઉપશમ એટલે ઉદયમાં આવેલા કષાય, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ આદિ ભાવોને ઉપશમાવવા, શાંત કરવા. સંવર એટલે જે કર્મો આવી રહ્યા છે તેને શુદ્ધ ભાવ દ્વારા આત્માના સ્વરૂપના આશ્રય દ્વારા રોકવા. અને વિવેક એટલે સ્વ અને ૫૨નો વિવેક ક૨વો કે હું કોણ છું અને ૫૨ શું છે ? જગતના અનંતા પદાર્થો જે ચેતન અને અચેતન છે તે ૫૨ છે અને મારું સ્વરૂપ સ્વ છે. આ વિવેક કરીને પર સાથે મારે કોઈ નિસ્બત નથી, લેવાદેવા નથી, લાગતુંવળગતું નથી, એ માત્ર સંયોગમાં રહેલા પદાર્થો છે. બસ, એમાંથી ઉપયોગને ખસેડી હું મારા સ્વરૂપમાં સ્થિર કરું, આ વિવેક છે. બસ આટલો ધર્મ છે કે ઉપયોગને પરમાંથી ખસેડી આત્મામાં લગાડવાનો પ્રયત્ન કરવો.
પેલાને વધારે સત્સંગ સાંભળવાનો સમય તો હતો નહીં. આટલો સત્સંગ સાંભળ્યો અને પાછો જંગલમાં ભાગ્યો. એની પાછળ રાજાના સૈનિકો તો પડેલા જ હતા. તે ગાઢ જંગલમાં જતો રહ્યો. પેલા સૈનિકો તેને શોધી ન શક્યા એટલે પાછા ગયા. ત્રણ દિવસ સુધી વિચારમાં ને વિચારમાં ઊભો રહ્યો. શરીર લોહીથી ખરડાયેલું હોવાને કારણે આજુબાજુના કીડી-મંકોડાઓ એના શરીર પર ચઢી ગયા અને શરીર ફોલી ખાધું, છતાં તેને તેનો ખ્યાલ ન આવ્યો અને ત્યાં જ ભેદજ્ઞાન-વિવેકશાન કરી, આત્મજ્ઞાન પ્રગટ કરી, દેહ છોડી તે સ્વર્ગમાં ગયો અને ત્યાંથી એકાદ ભવ કરીને મોક્ષે જશે. આ એક જ વખતનો સત્સંગ તેણે બ્લોટીંગ પેપરની જેમ ચુસી લીધો.
પાત્ર જીવોને બહુ વધારે સત્સંગની જરૂર નથી. પ્રયોજનભૂત વાત સાંભળી પ્રયોગમાં લાગીને પોતાનું કાર્ય પોતાની અંદરમાં પોતા દ્વારા પુરુષાર્થથી સિદ્ધ કરી લે છે. જે જોઈએ તે તેને મળી ગયું. ગમે ત્યાં જશો તો વાત તો આની આ જ બધે મળવાની છે. તમે સત્સંગમાં જાવ