________________
ભક્તિના વીસ દોહરા આતમ-અર્પણ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતિદોષ, સુજ્ઞાની; પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદધન રસ પોષ, સુજ્ઞાની. સુમતિચરણકજ આતમઅરપણા, દ૨પણ જિમ અવિકાર, સુજ્ઞાની. આત્માની અર્પણતા એ જ મોક્ષમાર્ગનો સાચો દાવ છે, મોકો છે. અર્પણતામાં ‘હું’ પણાનો ત્યાગ છે, અભિમાનનો ત્યાગ છે. સમકિતમાં ‘હું’ પણું જ આડું આવે છે. અર્પણતામાં જે સત્પુરુષે કહ્યું તે જ ખરું છે, માટે હું એને જ અનુસરું. મારે મારું, પોતાનું સત્પુરુષથી જુદું કંઈ કરવાનું કે કહેવાનું છે જ નહીં, એમ માત્ર આશ્રયપણે જે રહે છે તે જીવ સમકિત પ્રાપ્ત કરે છે.
૨૪
અનુયોગનો બીજો અર્થ એ છે કે ભગવાને ચાર અનુયોગ કહ્યા છે - પ્રથમાનુયોગ, કરણાનુયોગ, દ્રવ્યાનુયોગ, ચરણાનુયોગ. એ ભગવાને કહેલા અનુયોગોનો પણ હું આશ્રય કરતાં નથી. એક તો સાક્ષાત્ ભગવાનન્હેં આશ્રય કરવો તે અનુયોગ છે. ગુરુર્તો તથા તેમના બતાવેલા માર્ગનો આશ્રય કરવો તે અનુયોગ છે અને એક અનુયોગ એ છે કે ભગવાનના કહેલા વચનો ચાર અનુયોગમાં વહેંચાયેલા છે તેનો આશ્રય કરવાથી પણ આપણને માર્ગ શું છે એ સમજણમાં આવે છે. કેમ કે, પુરુષ સાચા છે. એમનો કહેલો માર્ગ સાચો છે અને એની શ્રદ્ધા કરવાથી જીવને ક્રમે ક્રમે આગળ વધવાની અનુકૂળતા મળે છે. એની યોગ્યતા આવે છે અને પોતે પોતાનું કાર્ય એને અનુરૂપ કરી લે છે. પરમકૃપાળુદેવે પત્રાંક - ૯૫૪માં કહ્યું છે,
ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતર્મુખ યોગ; પ્રાપ્તિ શ્રી સદ્ગુરુ વડે, જિન દર્શન અનુયોગ.
એક પછી એક ગુણોનું વર્ણન કર્યું છે અને તે ગુણોના વિરોધી દોષો મારામાં છે, એ દોષોને મારે કાઢવાના છે. અર્પણતાનો ગુણ મારામાં નથી, સત્સંગ કરું છું પણ સત્સંગની આજ્ઞા આરાધવાની યોગ્યતા મારામાં નથી. જેવો જોઈએ તેવો બળવાન સત્સંગ પણ હજી મારાથી થતો નથી. એટલો બધો હું પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયો છું કે મને નિવૃત્તિનું ભાન પણ રહ્યું નથી. આત્મકલ્યાણ માટેનું બળવાન સાધન સત્સંગ છે. પરમકૃપાળુદેવે સત્સંગનું માહાત્મ્ય ખૂબ ખૂબ ગાયું છે. દરેક મહાપુરુષોએ ગાયું છે. યોગ્યતાવાળા જીવોને એક જ વાર સત્સંગ થયો હોય ને આત્મકલ્યાણ સાધ્યું હોય એવા ઘણા દાખલાઓ આગમમાં છે. એક જ વખત સત્સંગ મળ્યો હોય પછી જિંદગીમાં ક્યારેય સત્સંગ ન મળ્યો હોય, પણ એ સત્સંગને એણે ધારણાજ્ઞાનમાં દઢ કરીને એને અનુરૂપ જીવન જીવ્યો હોય, પુરુષાર્થ કર્યો હોય અને તે પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરીને આત્મકલ્યાણ સાધ્યાના ઘણા દાખલા છે.