________________
૩૭
આવતું હોવાથી, એ પુરાતન હોય એમ લાગે છે. અને તેથી દિગમ્બરને ઉપરોક્ત આક્ષેપ નિરર્થક નિવડે છે. વેતાંબર સંપ્રદાયમાં કલ્પસૂત્ર એક પ્રતિષ્ઠિત ગ્રંથ મનાય છે. અને પ્રતિવર્ષ વર્ષાવાસ એટલે પજુસણમાં તે જાહેર રીતે (સભામાં) વંચાય છે.
આ ક૯પસૂત્ર તે ભદ્રબાહુ સ્વામીની કૃત મનાય છે. આ ગ્રંથની વસ્તુ તેમણે પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી લીધી છે, એવું કિરણવલી નામની ટીકાના નિમ્નલિખિત અવતરણ ઉપરથી માલુમ પડે છે – ___'प्रणेता तावत् सर्वाक्षरसन्निपात विचक्षणश्चतुर्दशपूर्वविद् युगप्रधान श्री भद्रबाहुस्वामी दशाश्रुतस्कन्धस्याष्ठमाध्ययनरुपतया प्रत्याख्यानप्रवादाभिधाननव मपूर्वात कल्पसूत्रमिद सूत्रितवान्'
અર્થાત-આના કર્તા તે, સર્વશાસ્ત્રપારગામી, ચતુદ શપૂર્વના વેત્તા અને યુગપ્રધાન એવા ભદ્રબાહુ સ્વામી છે. તેમણે પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી દશાશ્રુતસ્કંધના આઠમા અધ્યયન રૂપે આ કલ્પસૂત્ર રચ્યું છે.
કિરણવલી ટીકાકારનું ઉપરત કથન,–જેનું પુનરાવર્તન બીજા ટીકાકારોએ પણ પિતાની ટીકાઓમાં કર્યું છે, કે ક૯૫સત્ર તે પર્યુષણ કલ્પ છે, અને તે દશાશ્રુતસ્કન્ધનું આઠમું અધ્યયન છે; તે ભલભરેલું છે. આ ભૂલ કલ્પસૂત્રના અંતિમ શબ્દોના આશયને બરાબર ન સમજવાથી થઇ છે. એ શબ્દોનો જે બરાબર અર્થ કરીએ તો તેનાથી એટલું જ સિદ્ધ થાય છે કે કલ્પસૂત્ર એ નામ, એ ગ્રંથના છેવટના પ્રકરણને અર્થાત સામાચારી, કે જેની અંદર યતિઓના આચારેના નિયમો આપવામાં આવ્યા છે, તેને જ લાગુ પડે છે. કારણ કે તેની અંતમાં એવું કથન છે કે મહાવીરે આ પ્રમાણે પર્યુષણકલ્પ નામના આઠમા અધ્યયનનું આખ્યાન કર્યું, ભાષણ કર્યું, પ્રજ્ઞાપન કર્યું, અને વારંવાર ઉપદેશ આપે.” આ શબ્દો માત્ર સામાચારોને જ લાગુ પડી શકે; કારણ કે જિનચરિત્ર અને સ્થવિરાવલી મહાવીરે પોતે કહી હોય એમ માની શકાય નહીં. જિનચરિત્રમાં મહાવીરના નિર્વાણ પછીની બનેલી બીનાઓ લખેલી છે. અને સ્થવિરાવલીમાં તેમની પછીને જેનધર્મને ઈતિહાસ આપેલ છે. આ ભાગોને પર્યુષણ યા વર્ષાવાસ સાથે કોઈ જાતને સંબંધ નથી. તેથી તે પર્યુષણકલ્પનું નામ ધરાવવાને બિલકુલ અધિકારી નથી.