________________
૩૬૬
શ્રી કલ્પસૂત્રકરદેશના હસ્તિનાગપુર નામના નગરમાં પધાર્યા. ત્યાં બાહુબલિને પુત્ર–સમપ્રભ નામને રાજા રાજય કરતા હતા, અને સેમપ્રભને શ્રેયાંસ નામે પુત્ર યુવરાજ પદે હતે. તે શ્રેયાંસકુમારે રાત્રીએ “જાણે પિતે શ્યામવર્ણવાળા મેરૂ પર્વતને અમૃતભરેલા કળશ વડે સીંચ્યું હોય અને તેથી તે અત્યંત દીપી નીકળે હેય” એવું સ્વપ્ન જોયું. તેજ નગરના સુબુદ્ધિ નામના નગરશેઠે પણ તેજ રાત્રિએ શ્રેયાંસકુમારને સૂર્યમંડળનાં ખરી પડેલાં કિમણે પુનઃ તેમાં સ્થાપતે સ્વપ્નમાં છે. રાજાએ પણ પોતાના સ્વપ્નમાં શત્રુના લશ્કર સાથે લડતા કેઈ મહાપુરૂષને શ્રેયાંસની સહાયથી વિજય પામતે નીહાળે. સવારમાં રાજસભામાં તે ત્રણે જણ એકઠા થયા. તેમણે પિતપોતાનાં સ્વપ્ન પરસ્પરને કહાં એટલે રાજાએ તે ત્રણે સ્વપ્નને સરવાળો કરી નિર્ણય કર્યો કે –“ શ્રેયાંસને કેઈ પણ મહાન લાભ થ જોઈએ.” તે પછી સભા વિસર્જન કરવામાં આવી.
વેષદર્શનથી જાતિસ્મરણ શ્રેયાંસ કુમાર પિતાના મહેલમાં પધાર્યા. મહેલના ઝરૂખામાં બેસી જોયું તે કેટલાક માણસ અંદર અંદર પૂછતા અને કંઈક વિચારતા હોય તેમ લાગ્યું. તેમના સર્વના મુખમાંથી એકજ અર્થના ઉદ્દગાર નીકળતા હતા. તેઓ કહેતા હતા કે “પ્રભુ કંઈ પણ લેતા નથી.” એટલામાં શ્રેયાંસને પ્રભુના દર્શન થયાં. પ્રભુને અને પ્રભુના વેષને જોતાં જ તેને લાગ્યું કે –“મેં પહેલાં પણ કયાંઈક આ વેષ જ છે.” એ વિષે ઉડે વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનના પ્રતાપે તે સ્પષ્ટપણે જોઈ શકો કે –“અહો ! પૂર્વે પૂર્વવિદેહક્ષેત્રમાં આ ભગવંત વછનાભ નામના ચક્રવત્તી હતા અને તે વખતે હું તેમને સારથી હતું, તેજ ભવમાં સ્વ