________________
પંચમ વ્યાખ્યાન.
૧૫૮
વગાડનારા, તાળી વગાડી નાચ કરનારા, તાળી વગાડી કથા કહેનારા, એવી એવી જાતના ખેલ-કુતૂહી-રમત-ગમત કરનારા અનેક લોકોને ક્ષત્રિકુંડગ્રામ નગરને વિષે બેલા.
અને આ મહોત્સવના દિવસોમાં કોઈ પિતાની ગાડી નડે, હળ ન ખેડે, અને ખાંડવા–દળવાનું બંધ રાખે એ બંદોબસ્ત તમે પોતે કરો તથા બીજા પાસે કરાવે અને મારી આજ્ઞા મુજબ દરેક કાર્ય કરીને મને નિવેદન કરે.” - સિદ્ધાર્થ રાજાની આજ્ઞા પામી, કટુંબિક પુરૂષોએ ખુબ હર્ષ, સંતોષ અને આનંદપૂર્વક નમન કર્યું અને આજ્ઞાનાં વચન વિનયપૂર્વક અંગીકાર કરી, ક્ષત્રિયકુડપુર નગરમાં જઈ કેદીએને છોડી મૂક્યા, ઘેસરા અને સાંબેલા ઉંચા મૂકાવી દીધા અને દરેક કાર્ય સંપૂર્ણ કરી, સિદ્ધાર્થ ક્ષત્રિય પાસે આવીવિનયપૂર્વક નમન કરી “ આપની આજ્ઞા મુજબ બધાં કાર્યો થઈ ગયાં છે એ પ્રમાણે નિવેદન કર્યું.
મહોત્સવરૂપ કુલમર્યાદા અને તેનું વર્ણન સિદ્ધાર્થ રાજાએ, તે પછી, કસરતશાળામાં આવી, કસરત, તેલમર્દન તથા સ્નાન વિગેરેથી પરવારી ચંદનાદિનું વિલેપન કર્યું, ઉત્તમ વસ્ત્રો તથા કીમતી આભૂષણે ધારણ કર્યા અને સર્વ પ્રકારની સિદ્ધિ તથા ઉચિત સર્વ વસ્તુઓના સંગ સાથે, પાલખી-ઘોડા વિગેરે સર્વ પ્રકારના વાહન, પરિવારાદિ સર્વ સમુદાય અને અંત:પુર સાથે, દસ દિવસ સુધી મહોત્સવરૂપ કુલમર્યાદા આરંભી. તે દિવસમાં સર્વ જાતનાં પુષ્પ, સુગંધી પદાર્થો, વસ્ત્રો, માળાઓ અને અલંકારોથી તે શોભવા લાગ્યો, સર્વ પ્રકારના વાજીંત્રોના મનહર વની-પ્રતિધ્વની થવા લાગ્યા, મહાન ત્ર દ્ધને સૂચવનારૂં છત્ર તેણે ધારણ કર્યું, સર્વ ઉચિત