________________
૪૩ર
શ્રી કલ્પસૂત્ર -
લાવજે.” એ પ્રમાણે જેને કહ્યું હોય એવા સાધુએ “તારા
ગ્ય હું લાવીશ” એમ જેને જણાવ્યું નથી એવા સાધુને નિમિતે અશન આદિ આહાર લાવવું નહીં. ૪૦. “હે ભગવદ્ ! તે શા માટે?” એમ શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરૂ કહે છે કે “જેને જણાવેલું નહીં એ સાધુ કે જેને માટે આહાર લાવવામાં આવ્યા હોય તે જે ઈચ્છા હોય તે આહાર કરે અને ઈચ્છા ન હોય તે આહાર ન કરે અને ઉલટું આ પ્રમાણે કહે કે “કેણે કહ્યું હતું કે તું આ લાવ્યા ?” વલી જે ઈચ્છા વગર દાક્ષિણ્યતાએ તે ખાય તો અજીર્ણ આદિથી દુ:ખ થાય અને ચોમાસામાં કદી પરઠવવું પડે તે થંડિલના દુર્લભપણને લીધે દેષાપત્તિ થાય તેટલા માટે પૂછીને આણવું. ૪૧.
૧૫ માસું રહેલ સાધુ સાધ્વીઓને પાણીથી ટપકતા (નીતરતા) શરીરે તથા થોડા પાણીથી ભીંજાયેલ શરીરે અશન આદિક (ચાર પ્રકારને) આહાર કરે કપે નહીં. ૪૨. “હે પૂજ્ય ! તે શા માટે?” એમ શિષ્ય પ્રશ્ન કર્યો છતે ગુરુ કહે છે કે–જેમાં લાંબે કાળે પાણી સુકાય એવાં પાણી રહેવાનાં સાત સ્થાન જિનેશ્વરોએ કહેલાં છે, તે આ પ્રમાણે-બે હાથ ૧, હાથની રેખા (આયુરેખા આદિ, કારણ કે તેમાં લાંબે કાળે પાણી સુકાય છે) ૨. (અખંડ) નખ ૩, નખના અગ્ર ભાગ ૪, ભમર ( આંખની ઉપરના વાળ ) ૫, દાઢી ૬ અને મૂછ ૭. હવે વલી એમ જાણે કે મારું શરીર પાણી રહિત છે—જૂન સુકાઈ ગયું છે ત્યારે તે સાધુને અશન આદિક (ચાર પ્રકારના) આહાર કરવા કપે. ૪૩
સૂફમ જી ૧૬ માસુ રહેલા સાધુ સાધ્વીઓને અહીં (જિનશાસનને વિશે ) નિ આ ( હવે કહેવાશે તે) આઠ સૂમો છે, જે છઘસ્થ સાધુ સાધ્વીએ વારંવાર જ્યાં જ્યાં તે સ્થાન કરે ત્યાં ત્યાં સત્રના