________________
૨૮૮
શ્રો કહપસૂત્રતે સવ આત્મા જ છે, તેમાં માત્ર આત્માને પ્રભાવ અને પ્રતાપ સૂચવ્યો છે. બાકી પુણ્ય-પાપ જેવી કઈ વસ્તુ જ નથી, એ તેમાંથી બીલકુલ અર્થ નીકળી શકતું નથી. જેવી રીતે વિષ્ણમય નતિ ઈત્યાદિ વેદપમાં આખા જગતને વિષ્ણમય કહ્યું છે, પણ તેથી જગતમાં બીજી કોઈ વસ્તુની હૈયાતી જ નથી એમ સમજવાનું નથી, તેમ “જે થયું અને જે થશે તે સર્વ આત્મા જ છે” એ વેદપદમાં આત્માને મહિમા જણાવ્યું છે તેથી આત્મા સિવાય પુય-પાપ જેવું કંઈ નથી એમ સમજવાનું નથી. વળી દરેક પ્રાણું જે સુખ-દુ:ખ અનુભવે છે તેનું કંઈ પણ કારણ અવશ્ય હોવું જોઈએ. કેમકે કારણ વિના કાર્ય ન સંભવે. અને તે કારણે પુણ્યપાપ. (વિસ્તારથી સમજવા માટે બીજા ગણધર-અગ્નિભૂતિ સાથેને પ્રસંગ વાંચ.).
આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી, અચલભ્રાતા જે સંશય હતો તે તણાઈ ગયે. તેને પાપ-પુણ્ય વિષે પાકી ખાત્રી થઈ ગઈ. તેથી તેમણે પણ પોતાના ત્રણસો શિષ્યો સાથે દીક્ષા લઈ લીધી.
દસમા–મેતાર્ય પંડિતઃ પરલોક છે? ઈન્દ્રભૂતિ વિગેરે નવ જણને દીક્ષિત થયેલા સાંભળી દસમા મેતાર્ય નામના પંડિતને થયું કે ઈન્દ્રભૂતિ જેવા પંડિત જે પુરૂષને પૂજ્ય માને તે માટે પણ પૂજ્ય જ છે. આ વિચાર કરી, પિતાના સંશયની નિવૃત્તિ કરવાના આશયથી તે મેતાર્ય પંડિત પ્રભુ પાસે આવ્યા. સાથે તેમના ત્રણ શિષ્ય પણ હતા.પ્રભુએ તેને કહ્યું કે-હે મેતાર્ય! પરલેક વિષે તને હજી કંઈ ગતાગમ નથી પડતી ને ? તારે આ ભ્રમ પરસ્પર વિરૂદ્ધ લાગતાં કેટલાક વેદ વચનને આભારી છે. વિજ્ઞાનના ખ્યો મૂક્તમ્ય સ્વમુલ્યાય