________________
પમ વ્યાખ્યાન.
૨૦૫
હાળી રહ્યો. પ્રભુની મુદ્રામાં તેને કંઇક અપૂર્વ શાંતિ જણાઈ. એ શાંતિએ તેના દીલ ઉપર અપૂર્વ અસર કરી. તેના પેાતાનામાં પણ શાંતિ અને ક્ષમા માવતાં દેખાયાં.
ચંડકાશિકને સ્હેજ શાંત થયેલા જોઇ પ્રભુએ કહ્યું કે–“ હું ચડકાશિક ! કોઈક સમઝ અને બુરુ !”
પ્રભુની શાંતિ અને ધીરતાએ તેની પર અસર તેા કરીજ હતી. એટલામાં પ્રભુનાં અમૃત શાં મીઠાં વેણ સાંભળતા અને તે વિષે વિચાર કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તે પેાતાના ભયંકર અપરાધાના પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પ્રભુને પ્રદક્ષિણા આપતા તે મનમાં વિચારવા લાગ્યા કે–ખરેખર આ કરૂણાસમુદ્ર ભગવતે મને ક્રુતિરૂપ મ્હાટી ખાઇમાં પડતા બચાવી લીધા, તેજ વખતે તેણે અનશનવૃત લઇ લીધું. રખેને પેાતાની વિષમય ભય કર ષ્ટિ કોઇ સદોષ કે નિર્દોષ પ્રાણી ઉપર પડી જાય એવા શુભ હેતુથી તેણે પેાતાનું મસ્તક દરને વિષે છુપાવી દીધું.
•
એ માને વિષે ઘી, દૂધ વેચવા જતી ગાવાલણે એ નાગરાજને એ પ્રમાણે સંતુષ્ટ થયેલા જોઇ, તેની ભક્તિપૂર્વક ઘી-દૂધ વડે પૂજા કરવા માંડી. એ ઘી-દૂધની સુંગધને લીધે અનેક કીડીએ સર્પના શરીર ઉપર એકઠી થઇ, તીક્ષ્ણ ચટકા મારવા લાગી. છતાં પણ પ્રતિધ પામેલા અને શુભધ્યાનમાં આરૂઢ થયેલા તે સપે જરાય વ્યગ્રતા કે અશાંતિ ન દર્શાવી. પેાતાને અસહ્ય વેદના થવા છતાં, જુનાં પાપેાને સંભારી, મુ ંગે મ્હાડે તે સહન કરવા લાગ્યા. આખરે શુભ ભાવના ભાવતા, પ્રભુનો દૃષ્ટિરૂપી અમૃતવૃષ્ટિ વડે સીંચાયેલા, પ્રચંડ ક્રોધવાળા ચંડકાશિક એક પખવાડીયે મૃત્યુ પામી સહસ્રાર દેવલેાકમાં દેવ થયા.
ચડકાશિક ઉપર એ રીતે મહાન્ ઉપકાર કરી, પ્રભુ ત્યાંથી વિહાર કરતા ઉત્તરવાચાલ નામના ગામમાં આવ્યા. અહીં