________________
દ્વિતીય વ્યાખ્યાન. લ જસુકુમાર તથા શ્રેષ્ઠ હતી. પગની પીંડીઓ કુરૂવિંદજાતના આવર્તથી અથવા આભરણ વિશેષથી સુશોભિત અને અનુક્રમે પાતળી અને પછી જાડી હતી. ઢીંચણ ગુપ્ત હતા. સાથળ ઊત્તમ હાથીની સૂંઢ જેવા પુષ્ટ હતા. રમણીય અને વિસ્તીર્ણ કમરનો ભાગ સુવર્ણમય કંદોરાથી વીંટળાયેલ હતા. તેમની રોમરાજી ઉંચી જાતના કાજળ, ભમરા અને મેઘના સમુહ જેવા વર્ણવાળી સરળ, સરખી, ગાઢી, બારીક, સુંદર વિલાસે કરી મનેરમ, શિરીપપુષ્પ વિગેરે સુકોમળ પુષ્પ કરતાં પણ વધારે સુકેમળ અને રમણય હતી. કમ્મરની નીચે અગાડીનો ભાગ જઘનાસ્થળ, નાભિ મંડળ વડે સુંદર, વિશાળ અને શ્રેષ્ઠ લક્ષણવાળો હતે. શરીરને મધ્યભાગ-ઉદર મુંડીમાં સમાઈ જાય એ રમણીય અને ત્રિવલિયુક્ત હતો. - ચંદ્રકાંત વિગેરે વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ, વર્યાદિ. ભિન્ન જાતિનાં રતન તથા નિર્મલ અને ઉંચી જાતના લાલ સુવ
માંથી બનેલાં આભરણે અને આભુષણે વડે એ લક્ષમીદે. વીનાં અપાંગે ઝળહળી રહ્યાં હતાં. મોતી વિગેરેના હાર વડે મને હર, ડોલર વિગેરે પુષ્પોની માળાઓ વડે વ્યાસ, દેદિપ્યમાન, તથા સુવર્ણના કળશ જેવા તેમના સ્તન પુષ્ટ અને ગોળાકાર હતા. યથાસ્થાને સ્થાપેલા મરકતનાં પાનાં અને દષ્ટિને આકર્ષણ કરે એવા મોતીઓના ગુચ્છાથી ઉજવળ દીસતા હારો પરમ મને હર લાગતા હતા. હૃદય ઉપર પડેલી સોમૈયાની માળા વડે શોભતે કંઠ અને એ કંઠમાં રહેલ રત્નમય દેરે શેભનતામાં અનેરો ઉમેરો કરતે હતે.
* મસ્તક કંઠ, હાથ વિગેરે ઉપર પહેરવાનાં ઘરેણું આભરણ કહેવાય અને આંગળી વિગેરે ઉપાંગે ઉપર પહેરવાનાં ઘરેણું આભૂષણ કહેવાય.