________________
થઈમ વ્યાખ્યાન
૧૯ અભિગ્રહ ગ્રહણ કયા:– (૧) જ્યાં અપ્રીતિ થાય તે ઘેર ન વસવું, (૨) હમેશાં પ્રતિમા ધરીને રહેવું, (૩) ગૃહસ્થને વિનય ન કર, (૪) છદ્યસ્થ અવસ્થા પર્યત પ્રાય: માન રહેવું અને (૫) હાથમાંજ આહાર કરવો. તે પછી વર્ષાકાળમાં અષાડ શુદ પાણમાથી આરંભી પંદર દિવસ ગયા બાદ તેમણે અસ્થિક નામના ગામ તરફ વિહાર કર્યો.
દેવદૂષ્ય વસ્ત્રની કહાણું જે વખતે પ્રભુ વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય ફેડી રહ્યા હતા, તે વખતે એક દરિદ્ર એમ બ્રાધાણ ધન કમાવા માટે પરદેશ ગયો હતે. પોતે કમનસીબ હોવાથી પરદેશમાંથી પણ ખાલી હાથે જ પાછો ફર્યો. ગરીબાઈથી અકળાઈ ગયેલી બ્રાહ્મણ પત્નિ તેને લડવા લાગી કે -અરે નિર્ભાગ્ય શિરોમણિ! શ્રી વર્ધમાન કુમારે જ્યારે સુવર્ણને વરસાદ વરસાવ્યું ત્યારે તમે કયાં ઉંઘી ગયા હતા? પરદેશમાં ભટકીને પણ હતા તેવા ને તેવા જ નિધન પાછા ઘેર આવ્યા ! જાઓ-અહિંથી દૂર ખસે. હું તમારું હે જેવા પણ નથી માગતી! હજી પણ મારું કહ્યું માની, જંગમ કલ્પવૃક્ષ સમાન શ્રી વર્ધમાન પાસે જશે તે તે દયાળુ અને દાનવીર તમારું દારિદ્રય દૂર કર્યા વિના નહીં રહે. કારણ કે કહ્યું છે જ કે “જેમણે પહેલાં દાન આપ્યાં હોય છે તેઓ ફરીથી પણ આપી શકે છે. નદી સૂકાઈ ગઈ હોય તોપણ, જળના અથી માણસો નદીમાં ખોદે તે જરૂર જળ મેળવી શકે છે.” પોતાની સ્ત્રીનાં વચન સાંભળી, પેલે બ્રાહ્મણ પ્રભુની પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે –“હે પ્રભુ! આપ તે જગતના ઉપકારી છે, આપે તે વાર્ષિક દાન આપી, જગતનું દારિદ્રય દર કર્યું, પણ હું જ એક અભાગીયે કે મને તે વખતે પરદેશમાં : પડી રહેવાનું સૂઝયું. દ્રાક્ષ પાકે ત્યારે જ કાગડાની ચાંચ પાકે,