________________
ષષ્ટમ વ્યાખ્યાન.
કરી-અંજલિ જોડી વિનતિ પણ કરેલી કે –“હે સ્વામી! કુપા કરી ક્ષણવાર આપનું આયુષ્ય વધારે, જેથી આપનાં જીવતાં આ કૂર ભસ્મરાશિ ગ્રહ આપના જન્મનક્ષત્રમાં સંક્રમણ થાય તે પછી આપના શાસનને પીડા ન કરી શકે. હે કૃપાનિધાન! કૃપા કરીને એક ક્ષણ વાર રહી જાઓ.” ત્યારે પ્રભુએ કહ્યું કે –“હે શક્ર! એવું કદાપિ થયું નથી કે ક્ષીણ થયેલા આયુષ્યને તીર્થકર પણ વધારી શકયા હોય. તીર્થને જે બાધા અવશ્ય થવાની છે તે તે થશેજ. પરંતુ બે હજાર વર્ષ પૂર્ણ થશે ત્યારે મારા જન્મનક્ષત્રથી આ ભમ્મરાશિ ગ્રહ અતિકાંત થતાં છયાસી વર્ષના આયુષ્યવાળા કલ્કી નામના અધમી નીચ રાજાને તું મારી નાખશે અને તે કલકીના પુત્ર ધર્મદત્ત નામના રાજાને રાજ્ય ઉપર સ્થાપન કરશે ત્યારથી સાધુ-સાધ્વીઓને આદરસત્કાર–પૂજા ઉત્તરોત્તર વૃદ્ધિ પામશે.”
ભસ્મરાશિને પ્રભાવ જે શત્રિને વિષે ભગવાન કાલધર્મ પામ્યા તે જ રાત્રિએ, ઉદ્ધરી ન શકાય એટલા બધા અતિ સૂક્ષમ કુંથુવા નામનાં જીવડાં ઉત્પન્ન થયાં. તે એવાં તે સૂક્ષ્મ હતાં કે જે સ્થિર પડી રહ્યા હોય તે છવાસ્થ સાધુ-સાધ્વીઓની દષ્ટિએ પણ એકદમ ન ચડે. બાકી અસ્થિર હોય અને હાલતાં-ચાલતાં હોય તો જલદી દેખાઈ આવે.
- સાધુ-સાધ્વીઓનાં અનશન–આ પ્રમાણે અતિશય છત્પત્તિ થઈ પડેલી જોઈ ઘણાં સાધુ-સાધ્વીઓએ અનશન કર્યા. ત્યારથી માંડીને સંયમ દુરારાધ્ય થઈ પડો, પૃથ્વી જીવ- જંતુઓથી ઉભરાવા લાગી, સંયમને લાયક ક્ષેત્ર દુર્લભ થઈ પડયું, અને પાખંડીઓનું પ્રાબલ્ય વધવા લાગ્યું.