________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૭૯
લાંબા વખત સુધી ચક્રવતીની લમી જોગવી. એક દિવસ અરિસાભુવનમાં વીંટીવિનાની પોતાની આંગળીને જોઈ તેમને સંસારની અનિત્યભાવના ફુરી આવી અને એ વિષે ભાવના ભાવતાં કેવળજ્ઞાન મેળવી, દશ હજાર રાજાઓ સાથે, દેવતાઓએ આપેલા મુનિવેષને ગ્રહણ કરી ઘણો કાળ વિચરી મેક્ષે ગયા.
પ્રભુને પરિવાર અહેન કેશલિક શ્રી રાષભદેવને ચોરાશી ગણ અને ચોરાશી ગણધર હતા. રાષભસેન વિગેરે ચોરાશી હજાર સાધુઓ હતા, બ્રાહ્મી અને સુંદરી આદિ ત્રણ લાખ સાધ્વીઓ હતી. શ્રેયાંસ પ્રમુખ ત્રણ લાખ ને પાંચ હજાર શ્રાવકે હતા, સુભદ્રા આદિ પાંચ લાખ અને ચેપન હજાર શ્રાવિકાઓ હતી, કેવલી નહીં હોવા છતાં કેવલીતુલ્ય ચાર હજાર સાતસે ને પચાસ ચાદપૂર્વધર હતા, નવ હજાર અવધિજ્ઞાનીએ; વીસ હજાર કેવલજ્ઞાનીઓ, વીસ હજાર ને છ વૈકિય લબ્ધિવાળા મુનિઓ, બાર હજાર છસે ને પચાસ વિપુલમતિ–મન:પર્યવજ્ઞાનીઓ ( અઢી દ્વીપ અને બે સમુદ્રને વિષે રહેલા પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિયાના મને ગત ભાવેને જાણે તે.) અને બાર હજાર છસે ને પચાસ વાદીઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ. શ્રી ઋષભદેવ પ્રભુના વીશ હજાર શિષ્ય (સાધુ) અને ચાલીશ હજાર સાધ્વીએ મોક્ષે ગયાં. અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા અને આગામી મનુષ્યગતિમાં મેક્ષે જનારા બાવીશ હજાર અને નવસે મુનિઓ હતા.
અંતકૃત ભૂમિ શ્રી ઋષભદેવ પ્રભુની બે પ્રકારની અંતકૃદભૂમિ થઈ. (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. ભગવાન પછી અનુ. કમે અસંખ્યાતા પુરૂષયુગ મોક્ષે ગયા તે યુગાંતભૂમિ અને