________________
પ્રથમ વ્યાખ્યાન.
૨૭
આ તરફ રાજાને એ વાતના સમાચાર મળ્યા. તેણે પિતાના અનુચરને આજ્ઞા કરી કે-“જાઓ, નિઃસંતાન શેઠના ઘરની તમામ ત્રાદ્ધિ-સમૃદ્ધિ આપણું રાજભંડારમાં ઠલવી દ્યો.” રાજાની આજ્ઞા પામી સુભટો, શ્રીકાંતના વૈભવથી ભરેલા ઘર તરફ ધસ્યા.
બાળકની તપસ્યાને પ્રભાવ તો જુઓ! તેના તપોબળથી ધરણેન્દ્રનું આસન ખળભળ્યું. તેણે ક્ષણમાત્રમાં સઘળો વૃતાન્ત જાણી લીધું અને તત્કાળ બ્રાહ્મણને વેષ લઈ પૃથ્વી ઉપર આવી ઉભો રહ્યો. તેણે આવતાંની સાથે પહેલું કામ શું કર્યું ? પેલા મૃતવત્ બાળકને અમૃતના છાંટા નાખી સાવધ કર્યો અને તે પછી પેલા રાજાના નોકરોને શેઠની સમૃદ્ધિ લઈ જતાં અટકાવ્યા. નોકરે એ જઈ રાજાને ફર્યાદ કરી કે એક અજાણ્યો બ્રાહ્મણ અમને અમારી ફરજ બજાવતાં અટકાવે છે અને અનેક રીતે સમજાવવા છતાં તે સમજાતું નથી. આખરે રાજાને પોતાને તે સ્થાને જવાની જરૂર પડી.
“હે અપરિચિત બ્રાહ્મણ ! શ્રીકાંત શેઠની ધનમિલ્કત લેતાં રાજ્યના અનુચરેને તું શા માટે અટકાવે છે? તને ખબર નથી કે જે કઈ પ્રજાજન નિ:સંતાન ગુજરી જાય છે અને જેને કોઈ વારસ નથી હોતે તેની બધી મીલકત રાજ્યના ખજાનામાં જ જવી જોઈએ ? આ રાજ્યની એ સનાતન પ્રથા છે.” રાજાએ બ્રાહ્મણરૂપે આવેલા ધરણેન્દ્ર દેવને સંબોધીને કહ્યું.
બ્રાહ્મણે શાંતિથી ઉત્તર આપ્યોઃ “હે રાજન ! શ્રીકાંત શેઠ સંતાન રહિત ગુજરી ગયા છે એમ માનવામાં તમારી હાટી ભૂલ થાય છે.”
રાજા આશ્ચર્યથી આભે બની ગયે. જે વાત આખા ગામમાં નિ:સંદેહપણે સાબીત થઈ ચુકી હતી તેને આવી નિર્ભયતાથી