________________
શ્રી કલ્પસૂત્ર
પ્રકાશમાન થાય છે જ, પણ એ સૂર્યને પ્રકાશ ભેંયરામાં કે ગુફામાં બહુ ઉપયોગી નીવડતું નથી. એવાં સ્થાનમાં તે દીવે અથવા દીપિકાજ આપણને કામ આવે છે. વિશેષમાં તેઓશ્રી કહે છે કે આ ટીકામાં હું કંઈ ખાસ અર્થ કરવા માગતા નથી, તેમ નવી યુક્તિઓ પણ બતાવવા ઈચ્છતા નથી અને આવી ટીકાઓ રચવાથી મારું પાંડિત્ય બહાર આવશે એવી આશા પણ રાખતે નથી. માત્ર બાળબુદ્ધિવાળા અભ્યાસીઓને માટે અર્થની વ્યાખ્યા રજુ કરવી એ શિવાય મારે બીજે કંઈ ઉદ્દેશ નથી. હું પિતે કંઈ હેટે પંડિત નથી. કેટલાકે મારૂં આ સાહસ નીરખી મારૂં ઉપહાસ્ય પણ કરશે. પરંતુ મને ખાત્રી છે કે સપુરૂષ મને હસી નહીં કહાડે. કારણ કે પુરૂષે પોતે જ કહી ગયા છે કે “બધાં શુભ કાર્યોમાં દરેકે પિતાની શક્તિ પ્રમાણે ફાળો આપ જ જોઈએ.”
પૂર્વકાળે મુનિવરે નવક૯૫ વિહાર કરતા અને એ રીતે કેમે કરીને જે સ્થાનમાં ચાતુર્માસ રહેવાનું થાય ત્યાં ભાદરવા શુદિ પંચમીને દિવસે રાત્રિએ સાંવત્સરિક પડિક્રમણ કર્યા પછી એક યોગ્ય સાધુ સૂત્રપાઠ ઉભે ઉભે બેલતા અને બીજા સર્વ સાધુ “કમ્પસન્મ પાવતિય કાઉસગ્ગ કરેમિ ” કહી, કાઉસગ્ગ કરી એ સુખપાઠ સાંભળતા. સાંપ્રતકાળે પરંપરાથી ગુરૂના આદેશ પ્રમાણે સાધુઓ ચાતુર્માસનું સ્થાન નક્કી કરે છે અને આનંદપુરમાં સિા પ્રથમ સભા સમક્ષ ક૯પસૂત્ર વંચાયા બાદ વર્તમાનકાળે મુનિવર કલ્યાણ નિમિત્તે પાંચ દિવસના નવ વ્યાખ્યાનમાં ( કલ્પધરથી માંડી ચાર દિવસ પર્યત અનુક્રમે સવાર-બપોરના અષે વ્યાખ્યાન મળી આઠ વ્યાખ્યાન અને છેવટે સંવત્સરીના દિવસે મૂળ બારસેં સૂત્ર) કલ્પસૂત્ર વાંચી સંભળાવે છે.
સુનિવર સભા સમાજનું સ્થાન ના જ