________________
Nછમ વ્યાખ્યાન.
ર૪૭ ખળામાં, ઘરમાં, આંગણામાં કે આકાશમાં પ્રભુને મમત્વ નથી. “આ ગામ કે આ અરણ્ય મારૂ છે.” એ પ્રમાણે સંસારનો બંધ કરનાર મમત્વના આશયરૂપ પ્રતિબંધ નથી. . (૩) કાળને આશ્રીને અત્યંત સૂક્ષ્મ કાળરૂપ સમયમાં, અસંખ્યાત સમયરૂપ આવલિકામાં, શ્વાસોચ્છવાસના પ્રમાણુવાળા કાળમાં, સાત ઉચ્છવાસના પ્રમાણુવાળા સ્તંક નામના કાળમાં, ઘડીના છઠો ભાગરૂપ ક્ષણમાં, સાત સ્તાકપ્રમાણુ લવમાં, સત્યાતેર લવપ્રમાણ મુહૂર્તમાં, દિવસમાં કે રાતમાં, પખવાડીયામાં કે મહિનામાં, વર્ષમાં કે યુગપૂર્વ અંગપૂર્વ જેવા લાંબા કાળના સંયેગમાં પ્રભુને અમુક અનુકૂળ કે પ્રતિકૂળ જેવું કાંઈજ ન હેય. “આ મને અનુકૂળ છે અથવા આ સમય અને પ્રતિકૂળ છે” એ રીતે કેઈપણ કાળમાં પ્રભુને સંસારબંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી.
(૪) ભાવને આશ્રીને ક્રોધમાં, માનમાં, માયામાં, લોભમાં, ભયમાં, હાસ્યમાં, પ્રેમમાં, દ્વેષમાં, પરની સાથે કલેશ કરવામાં, પર પ્રાણીને નહી દીઠેલું–નહીં સાંભળેલું આળ ચડાવવારૂપ અભ્યાખાનમાં, પર પ્રાણુના દેષની ચાડી ખાવા રૂપ પશુન્યમાં, પરપ્રાણીની નિંદા કરવા રૂપ પર પરિવાદમાં, રતિ-અરતિ–મેહનીયના ઉદયથી સુખ-દુઃખ મળતાં ચિત્તમાં હર્ષ કે ગ્લાની કરવારૂપ રતિ–અરતિમાં, કપટવૃત્તિથી અસત્ય બોલી છળ કરીને લોકોને છેતરવારૂપ માયામૃષામાં, યાવત્ મિથ્યાદશન શલ્યમાં એટલે કે અનેક દુઃખના કારણભૂત મિથ્યાત્વરૂપ શલ્યમાં વિગેરેમાં સંસાર. બંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી. સારાંશ એ છે કે ઉપર દર્શાવેલા દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવમાં કેઈને વિષે પણ ભગવંતને
આ મારૂં છે ” એવા રૂપને સંસારબંધ કરનાર આશયરૂપ પ્રતિબંધ નથી.