________________
૧૧૬
શ્રી ક૯પસત્ર(૨) સ્વM વિદ્યા–ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ સ્વવિષે જેમાં માહીતી હોય તે.
(૩) સ્વર વિદ્યા–ગરૂડ, ઘુવડ, કાગડે, કાકી, ગરોળી, દુગ, ભેરવ, શિયાળ વિગેરેના સ્વરથી થતા શુભાશુભ ફળને જેમાં વિચાર હોય તે.
(૪) ભેમવિદ્યા જેમાં ધરતીકંપ વિગેરે ભૂમિના વિષ યાને વિચાર હેય તે.
(૫) વ્યંજન વિદ્યા–શરીરપરનાં મસ તથા તલ વિગેરે વિષે જેમાં વિચાર હોય તે.
(૬) લક્ષણ વિધા–હાથ પગ વિગેરેની રેખા જેવાને જેમાં વિચાર હોય તે.
(૭) ઉત્પાત વિદ્યા–ઉલ્કાપાત વિગેરે ઉત્પાતનાં ફળ જેમાં દર્શાવ્યા હોય છે. દાખલા તરીકે ઉલ્કાપાત થાય તે પ્રજાને પીડા થાય, અતિશય તોફાની વાયુ કુંકાય તે રાજા મૃત્યુ પામે, ધુળને વરસાદ થાય તે દુકાળ પડે, વિગેરે વિષયને જેમાં સમાવેશ હોય તે.
(૮) અંતરિક્ષ વિવા–રહાના ઉદય-અસ્તવિગેરેને જેમાં વિચાર હોય તે.
- સ્વમાને ત્યાં સિદ્ધાર્થ રાજાને આદેશ પામી, કે ટુમ્બિક પુરૂષે ખૂબ આનંદ, સંતેષ અને હર્ષ પામ્યા. તેમણે બે હાથ જોડી, મસ્તકે અંજલી જેડી, “જેવી આપશ્રીની આજ્ઞા” એમ કહી સભામાં શા વિદાય લીધી અને ક્ષત્રિયકુંડ ગ્રામ નગરની મધ્યમાં થઈને
ખપાઠને ત્યાં આવી તેમને રાજાની આજ્ઞા સંભળાવી. વનપાઠકને પણ રાજાની આજ્ઞા સાંભળી ઘણે ઉલ્લાસ થયે.