________________
૩૪ર
શ્રી કલ્પસૂત્રઆદિ ચાલીશ હજાર આર્યાઓ હતી, નંદ વિગેરે એક લાખ એગણેતેર હજાર શ્રાવકે હતા અને મહાસુત્રતા આદિ ત્રણ લાખ છત્રીસ હજાર શ્રાવિકાઓ હતી. તેમજ કેવલી નહીં પણ કેવલીતુલ્ય ચારસો ચાંદપૂર્વધારીઓ, પંદરસો અવધિજ્ઞાનીએ, પંદરસે કેવલજ્ઞાનીઓ, પંદરસે વેકિય લબ્ધીવાળા, એક હજાર વિપુલમતિ–મન:પર્યવજ્ઞાનીઓ, આઠસો વાદીઓ અને સેળસે અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થનારા સાધુઓની ઉત્કૃષ્ટ સંપદા થઈ, તથા પંદરસો સાધુ અને ત્રણ હજાર સાધ્વીએ મુક્તિ પામી.
શ્રી નેમિનાથ પ્રભુને બે પ્રકારની અંતકૃભૂમિ થઈ, (૧) યુગાંતકૃભૂમિ અને (૨) પર્યાયાંતકૃભૂમિ. પ્રભુની પછી આઠ પટ્ટધર સુધી મોક્ષમાર્ગ ચાલુ રહ્યો તે યુગાંતકૃભૂમિ અને પ્રભુને કેવળજ્ઞાન થયા પછી બે વર્ષે મોક્ષમાર્ગ ચાલુ થયે તે પર્યાયાંતકૃભૂમિ.
નિર્વાણ સમય, સ્થાન તથા સ્થિતિ તે કાળ અને તે સમયને વિષે અહંત શ્રી નેમિનાથ પ્રભુ ત્રણસો વરસ સુધી કુમાર અવસ્થામાં રહીને, ચેપન દિવસ સુધી છવાસ્થપર્યાય પાળીને, દેશઉણા સાતસો વરસ સુધી–એટલે ચેપન દિવસ ઓછા સાત વરસ સુધી કેવલી પર્યાય પાળીને, એકંદરે પરિપૂર્ણ સાતસો વરસ સુધી ચારિત્રપર્યાય પાળીને અને એ રીતે એક હજાર વર્ષનું સર્વ આયુષ્ય પાળીને વેદનીય, આયુ, નામ અને ગેત્રકર્મનો ક્ષય થતાં, આ અવસર્પિણમાં, દુષમસુષમા નામનો ચોથે આરે ઘણેખરે ગયા બાદ આ ગ્રીષ્મકાળના ચેથા માસમાં, આઠમા પક્ષમાં–અષાડ માસના શુકલ પખવાડીયાની આઠમે, ગિરનાર નામના પર્વતના શિખર ઉપર, પાંચશો છત્રીશ સાધુઓ સાથે નિર્જલા એક મહિનાનું અનશન