________________
સપ્તમ વ્યાખ્યાન.
૭૪૯
આ ઉનાળાના ચોથા મહિનામાં, ઉનાળાના સાતમા પખવાડીયામાં–આષાઢ માસના કૃષ્ણ પક્ષની ચોથને દિવસે ( ગુજરાતી જેઠ વદિ ૪) તેત્રીશ સાગરેપમની સ્થિતિવાળા સવોથસિદ્ધ નામના મહાવિમાનમાંથી અંતરહિત ચ્યવીને, આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે, ભરતક્ષેત્રમાં, ઈક્વાકુ ભૂમિમાં, નાભિ નામના કુલકરની મરૂદેવા નામની સ્ત્રીની કુક્ષિને વિષે, મધ્યરાત્રિએ, દિવ્ય આહારને ત્યાગ કરીને ગર્ભપણે ઉત્પન્ન થયા.
અર્ધન કેશલિક શ્રી ઋષભદેવ મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાન સહિત હતા. પોતાનું દેવવિમાનમાંથી ચ્યવન થવાનું હતું ત્યારે “હું વીશ” એમ પિતે જાણે, પણ “હું ચવું છું” એ પ્રમાણે જાણતા નથી. કારણ કે વર્તમાનકાળ એક સમયને અતિ સૂક્ષમ છે. “હું ય ” એમ જાણે. જે રાત્રિને વિષે શ્રી રાષભદેવનો જીવ મરૂદેવાની કુક્ષિમાં આવ્યો તે રાત્રિએ મરૂદેવા માતાએ ચાદ સ્વપ્ન જોયાં. (અહીં ગજ, વૃષભ વગેરે ચૌદ સ્વપ્ન સંબંધી ગાથા કહેવી. અને શ્રી મહાવીરના સંબં. ધમાં આવેલ પાઠ પ્રમાણે બધું સમજવું.) વિશેષમાં એટલું કે શ્રી મરૂદેવા માતા પહેલે સ્વને પોતાના મુખમાં પ્રવેશ કરતા વૃષભને દેખે છે. બીજા તીર્થકરોની માતાઓ પહેલે સ્વને હાથીને દેખે છે અને શ્રી મહાવીર પ્રભુની માતાએ પહેલે સ્વને સિંહ જે હતે. મરૂદેવા તે ચેદ વન દેખીને જાગી ઉઠ્યાં અને તે નાભિ કુલકરને કહી સંભળાવ્યાં. તે વખતે સ્વપ્ન પાઠકે ન હતા તેથી નાભિકુલકરે પોતે જ તે સ્વપ્નોના ફળ વર્ણવ્યાં,
તે કાળે અને તે સમયે આ ગ્રીષ્મકાળના પહેલા માસમાં, પહેલા પખવાડીયામાં–ચૈત્ર માસના કૃષ્ણપક્ષની આઠમને દિવસે, (ગુજરાતી ફાગણ વદિ આઠમે) બરાબર નવ માસ અને સાડા સાત દિવસ વીતતાં મધ્યરાત્રિએ ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચન્દ્રને