________________
દ્વિતીય વ્યાખ્યાન.
૧
હાથથી જ ચીરી નાખ્યા હતા. અનુક્રમે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. એક વખતે વાસુદેવના શયન સમયે મધુર સ્વરવાળા કેટલાક ગવૈયા ગાતા હતા. વાસુદેવે પેાતાના શય્યાપાલકને આજ્ઞા કરી કે—“ મારા ઉંઘી ગયા પછી ગાયન ધ કરાવજે અને ગવૈયાઓને રજા આપજે.” એમ કહી વાસુદેવ તા નિદ્રાવશ થઇ ગયા. શય્યાપાલક સ’ગીતના સ્વરમાં ભાન ભૂલી ગયા તેથી તેને વાસુદેવની આજ્ઞાનું સ્મરણ રહ્યું નહીં. થાડી વાર પછી વાસુદેવ જાગૃત થયા અને જોયુ તેા હજી સંગીત તે ચાલતુ જ હતું. તેથી તેમણે ક્રોધાવેશમાં આવી શય્યાપાલકને કહ્યુ કે—દુષ્ટ ! મારી આજ્ઞા કરતાં પણ શું ગાયન તને વધારે પ્રિય છે ? ઠીક છે, હું તને તેનુ ં ફળ ચખાડું છું ! ” એમ કહી તેમણે શય્યાપાળના કાનમાં ધગધગતા સીસાના રસ રેડાવ્યેા. આ કૃત્યથી વીરપ્રભુના જીવ ત્રિપૃષ્ઠ વાસુદેવે કાનમાં ખીલા ઠાકાવાનું ક` ઉપાર્જન કર્યુ. એવી રીતે તે ભવમાં અનેક દુષ્કર્મો કરી ત્યાંથી મૃત્યુ પામી એગણીસમે ભવે સાતમી નરકમાં તેત્રીસ સાગરાપમના આયુષ્યવાળા નારકી થયેા. ત્યાંથી નીકળીને લીશમે ભવે સિંહ થયા; ત્યાંથી મરીને એકવીશમે ભવે ચેાથી નરકમાં નારકીપણે ઉપન્યા. ત્યાંથી નીકળી ઘણા ભવા ભમીને બાવીશમે લવે મનુષ્યપણુ પામ્યા. ત્યાં શુભ કર્મ ઉપાર્જન કરી મૃત્યુ પામીને તેવીશમે ભવે વિદેહક્ષેત્રમાં મૂકા નામની રાજધાનીમાં ધનંજય રાજળની ધારિણી નામે રાણીની કુખે ચારાશી લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિયમિત્ર નામે ચક્રવત્તિ થયા. તેણે પેટ્ટીલ નામે આચાર્ય પાસે દીક્ષા લઈ એક કરોડ વર્ષ પર્યંત સંયમ પાળી અંતે કાળ કરીને ચાવીશમે ભવે મહાશુક્ર દેવલાકમાં સર્વાર્થ નામના વિમાનમાં સત્તર, સાગરાપમની સ્થિ