________________
૩૫૬
શ્રી કલ્પસૂત્રકહેલા વિધિ પ્રમાણે પાણીમાં ભીંજાવી, કાખની ગરમી લાગે તેમ રાખી ખાવા લાગ્યા. એ રીતે ખાંધેલું ધાન્ય સહેલાઈથી પચી જાય તેટલા સારૂ તેમણે ઘણા ઘણા ઉપાયે કરી જોયા. એટલામાં એકવાર બે વૃક્ષ ઘસાવાથી જ અગ્નિ ઉત્પન્ન થયે. એ અગ્નિ, ઘાસ તથા લાકડાં વિગેરેને બાળી નાખો આગળ વધવા લાગે. યુગલીયાઓએ પ્રથમ કઈ વાર અગ્નિ જે હેતે, તેથી તેમને આ દશ્ય જોઈ ભારે અજાયબી લાગી. તેઓ અગ્નિને કઈ અદ્દભૂત પ્રકારનું રતન સમજી, તેને ગ્રહણ કરવા પોતાના હાથ લંબાવવા લાગ્યા ! પણ દાઝવાથી તેઓ નિરાશ થઈ ગયા. તેમણે પ્રભુ પાસે આવી એ વાતની ફર્યાદ કરી. પ્રભુએ અગ્નિની ઉત્પત્તિ જાણું કહ્યું:–“હે યુગલિકે! એ અગ્નિ ઉત્પન્ન થયે છે. હવે તમે તે અગ્નિમાં ચોખા વિગેરે ધાન્ય સ્થાપન કરીને પછી ખાશો તે તે સહેલાઈથી પચાવી શકશો.”
આદિ કલા-કુંભકારની કલા પ્રભુનાં વચન સાંભળી, અજીર્ણથી કંટાળેલા યુગલીયા બહુ હર્ષ પામ્યા. તેમણે ચેખા તથા બીજું ધાન્ય અગ્નિમાં હોમી દઈ, કલ્પવૃક્ષની પાસે ફળ યાચવામાં આવે તેવી રીતે અગ્નિ પાસે ઉભા રહી પકવ અન્નની પ્રાર્થના કરી. પણ અગ્નિદેવે યુગલીયાની પ્રાર્થના વિષે મુદ્દલ લક્ષ ન આપ્યું. તેણે તે પિતાના સ્વભાવ પ્રમાણે ધાન્યને બાળી ભસ્મ કરી દીધું. પિતાના ધાન્યને તદૃન બળી ગયેલું જેમાં તેમને અગ્નિ વિષે બહુ માઠું લાગ્યું. તેમને થયું કે “અરે! આ તે કે રાક્ષસ જેવો લાગે છે ! અમારું આટલું બધું ધાન્ય ખાઈ જાય છે છતાં તૃપ્ત જ નથી થતું ! અમને કંઈ પાછું પણ નથી આપત! આપણે પ્રભુને કહી તેને (અગ્નિને સખ્ત સજા કરાવવી પડશે.” અગ્નિ પાસેથી અન્યાય પામેલા યુગલીયા