________________
૨૩૬
શ્રા ક૯પસૂત્રકરીને તે પિતાને સ્થાને ગયા. ત્યાંથી પ્રભુ તાંબિકા નગરીએ આવ્યા. ત્યાં હરિસહ નામનો વિદ્યુકુમારને ઇન્દ્ર પ્રભુને સુખશાતા પૂછવા આવ્યે, અને વદન કરી પિતાને સ્થાને ગયે. ત્યાંથી વિહાર કરી પ્રભુ શ્રાવતી નગરીએ પધાર્યા. તે વખતે શકેન્દ્ર આવી કાર્તિકસ્વામીની મૂર્તિમાં પ્રવેશ કરી, તે મૂર્તિ દ્વારા પ્રભુને વંદન કર્યું. તેથી ત્યાં પ્રભુને ઘણે મહિમા ફેલાયો. ત્યાંથી વિહાર કરી પ્રભુ કૌશાંબી નગરીએ પધાર્યા. ત્યાં ચન્દ્ર અને સૂર્ય ઉતરીને પ્રભુને ભક્તિપૂર્વક વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વારાણસી નગરીએ આવ્યા. ત્યાં શકેન્દ્ર આવી પ્રભુને વંદન કર્યું. ત્યાંથી પ્રભુ રાજગૃહ પધાર્યા, ત્યાં ઈશાનેદ્દે આવી તેમને વંદન કર્યું. ત્યાંથી તેઓ મિથિલાનગરી પધાર્યા. ત્યાં જનકરાજાએ તથા ધરણેન્દ્ર પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ત્યાંથી પ્રભુ વૈશાલી પધાર્યા, ત્યાં પ્રભુએ અગીયારમું ચાતુર્માસ કર્યું. ત્યાં ભૂત નામના નાગકુમારના ઈન્ચે આવી પ્રભુને સુખશાતા પૂછી વંદન કર્યું. ચાતુર્માસ પુરૂં થતાં, પ્રભુ સુંસુમારપુર પધાર્યા, અને ત્યાંના ઉદ્યાનમાં પ્રતિમા ધ્યાને રહ્યા. આ વખતે ચમરેંદ્ર ગર્વ કરીને શકને જીતી લેવા, ઉંચો સિધર્મલોકમાં ગયે. તેથી શકે કેપ કરી તેના પર વજ છોડયું. વજાથી ભય ભીત બનેલા ચમરે તુરત પ્રભુના ચરણમાં આવી આશ્રય લીધે. તેથી તે બચી ગયે. ત્યાંથી અનુક્રમે વિહાર કરતા પ્રભુ કેશાંબી નગરી પધાર્યા.
પ્રભુને આકરામાં આકરા અભિગ્રહ વૈશાંબીમાં શતાનીક નામે રાજા રાજ્ય કરતે હતે. તેને મૃગાવતી નામે રાણું, અને વાદી નામે ધર્મ પાઠક તથા સુગુપ્ત નામે પ્રધાન હતું. સુગુપ્તને નંદા નામે પરમ શ્રાવિકા સ્ત્રી હતી. નંદા મૃગાવતીની સખી હતી.