________________
૩
સાતમા નંબરમાં જણાવેલી હકિકતને અંગે ઉપસ્થિત થએલાં પાડાન્તરા લખ્યાં નથી. છતાં પણ સૌથી પ્રાચીન અને પ્રામાણિક જોડણી કઇ હશે તે નિષ્કૃત કરી શક્યા નથી. કાગળની :ધણીક હસ્તલિખિત પ્રતિ તપાસતાં મને એવી પ્રતીતિ થઇ છે કે તેના ઉપરથી જૈન પ્રાકૃત ભાષાના વિશુદ્ધ વ -વિન્યાસને પત્તો મેળવી શકાય તેમ નથી. પરંતુ તાડપત્રની પ્રાચીનતમ પ્રતિઓને બારીકાઇથી તપાસતાં વધારે સતાષકારક પરિણામ મેળવી શકાય તેમ છે. હું એમ ધારૂ હ્યુ` કે પ્રાયઃ કાઇ પણ વખતે સધળા જૈનલેખકાએ એક ચોકકસ વ –વિન્યાસ-પદ્ધતિનું અવલંબન કર્યું હોય તેમ લાગતું નથી. કારણ કે ગુફાઓના શિલાલેખાની પ્રાકૃતની સાથે બીજી પ્રાકૃત ભાષાએમાં તેમજ આધુનિક ભારતવર્ષની પ્રચલિત દેશ ભાષાઓમાં પણ એકજ શબ્દની વારંવાર ભિન્ન ભિન્ન રીતિએ જોડણી કરાએલી જોવામાં આવે છે.
આ વિષય પૂર્ણ કરતાં પહેલાં મારે જણાવવુ જોઇએ કે, મેં જૈન-પ્રાકૃતના વર્ણવિન્યાસના સબંધમાં એક-સંગતિ સ્થાપવાના ઉદ્દેશ રાખ્યા નથી. પણ એક જૈનગ્રંથના આ પ્રથમ પ્રકાશન સમયે વસ્તુસ્થિતિને કેટલાક ખ્યાલ આપવા મને યાગ્ય લાગ્યા છે. જો કે મને આખા ગ્રંથમાં એકજ પ્રકારની જોડણી સ્વીકારવી સરળ પડત ખરી—જેમકે નિત્ય ણુ યા ત્ર જ લખા. પરંતુ ભારતવાસીઓના હૃદયમાં જાણે મજદ્યુત રીતે જામી ગઈ હાય તેવી અનિયમિતતાની અંતઃપ્રેરણાને આધાત ન પહોંચાડવા માટે મેં અન્ય પ્રતિથી સમ િત એવી A નામની સૌથી પ્રાચીન પ્રતિની જોડણી સાધારણ રીતે કબુલ રાખી છે. અને તેથી એક શબ્દની સા એકજ રીતે જોડણી કરવામાં આવી નથી.
જૈન ધર્મ અને સાહિત્યને લગતા સામાન્ય પ્રશ્નનેાના સબંધમાં હુ જેટલી હકિકત એકઠી કરી શકયા છુ, તે આપી દઈને, હવે ખાસ કલ્પસૂત્રના સંબંધમાં કેટલુંક વિવેચન કરીશ. આ ગ્રંથની, જેનેાના પવિત્ર પુસ્તા તરીકે ગણાતા આગમામાં તા ખાસ ગણના થતી નથી. અને દિગમ્બરા તા એને બનાવટી ગ્રંથ સુદ્ધાં કહેતાં અચકાતા નથી. તેમને આમ કહેવાનું કારણુ એ છે કે, એની અંદર દિગમ્બર માન્યતા વિદ્ધ, મહાવીર ત્રિશલાની કુક્ષિમાં આવ્યા તેની પહેલાં દેવાન દાની કુક્ષિમાં આવ્યા હતા, આવુ વર્ણન આવેલું છે; પરંતુ આ વર્ણન આચાર ગસૂત્ર તથા આવશ્યકસૂત્રમાં પશુ