________________
૫૧
પ્રથમ વ્યાખ્યાન. આપનાર છે, જે બત્રીસ લાખ વિમાનને અધિપતિ છે, જે રજરહિત આકાશ જેવાં સ્વચ્છ વસ્ત્રોને ધારણ કરે છે, જેણે માળા અને મુગટ યથાસ્થાને પહેરેલાં છે, નવીન સુવર્ણનાં મનહર આશ્ચર્ય કરનારા આજુબાજુ કંપાયમાન થતાં એવાં બે કુંડલો જેણે ધારણ કર્યા છે, છત્રાદિ રાજચિન્હ જેની મહાદ્ધિને સૂચવી રહ્યાં છે, શરીર અને આભૂષણેથી અત્યંત દીપતે, મહા બળવાળો, હેટા યશવાળો, હેટા માહામ્યવાળે, મહા સુખવાળે, દેદીપ્યમાન શરીરવાળા, પંચવણું પુષ્પની બનાવેલી અને છેક પગ સુધી લાંબી માલાને ધારણ કરનારે સૌધર્મ નામે દેવકને વિષે, સંધર્માવલંસક નામના વિમાનમાં, સુધર્મા નામની સભામાં શક નામના સિંહાસન ઉપર બિરાજેલો છે.
ઈન્દ્રનો વૈભવ. તે ઈન્દ્ર ત્યાં શું કરે છે? તે સાધર્મ દેવલેકમાં બત્રીસ લાખ વિમાન, શક્તિ, આયુષ્ય અને જ્ઞાનાદિક ઋદ્ધિવડે ઈન્દ્રના જેવાજ ચોરાશી હજાર સામાનિક દે, ગુરૂસ્થાનીય અને પ્રધાન જેવા તેત્રીશ ત્રાયશ્વિશક દેવ, સેમ યમ વરૂણ અને કુબેર એ ચાર લોકપાળ, પ્રત્યેક સેળસેળહજાર દેવીઓના પરિવાર સહિત એવી (૧) પદ્મા (૨) શિવા (૩)શચી (૪)અંજૂ (૫)અમલા (૬) અસરા(૭) નવમિકા અને (૮) રેહિણુ નામની આઠ પટરાણુ, બાહ્ય મધ્યમ અને અત્યંતર એ ત્રણ પર્ષદા, હાથી ઘોડા રથ સુભટ વૃષભ નાટકીયા અને ગંધર્વ એ સાત સેનાએ, સાત સેનાઓના સાત સેનાધિપતિઓ, ચારે દિશામાં રહેલા ચોરાશી ચોરાશી હજાર આત્મરક્ષક દે, ચારે દિશાઓના મળી ઈન્દ્રના ત્રણ લાખ ને છત્રીસ હજાર આત્મરક્ષક દે,વળી સધર્મ દેવલોકમાં રહેનાર બીજા પણ ઘણુ વૈમાનિક દેવ અને દેવીઓ, એ સર્વ પરિવારનું ઈન્દ્ર રક્ષણ કરે છે અને સઘળા પરિવારમાં ઈન્દ્રનું અગ્રેસર છે,