________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૦૦
ખાણ કરાવ્યું, નવકાર મહામંત્ર સંભળાવ્યો, વિગેરે ધાર્મિક ક્રિયા કરી જિનદાસે તે બળદને નિયમણ કરાવી. શુભ ભાવના ભાવતા તે બળદ મરીને નાગકુમાર દેવ થયા અને તેમણે જ સુદંષ્ટ્રને ઉપસર્ગ અધરથી જ ટાળી દીધે.
પ્રભુ નાવમાંથી ઉતરી, રાજગૃહ નગરમાં પધાર્યા. ત્યાં વર્ષ. કાળ નિર્ગમન કરવા માટે નાલંદા નામના પાડામાં, એક શાળવીની શાળાના એક ભાગમાં તેની રજા લઈ, પહેલું માસક્ષપણ સ્વીકારીને રહ્યા.
ગશાળાનું આવી મળવું મંખલી નામે એક મંખ એટલે કે ચિત્રકળા જાણનાર ભિક્ષાચરવિશેષ હતું. તેને સુભદ્રા નામની સ્ત્રી હતી. તેઓ બને, હાથમાં ચિત્રપટ રાખી, ગુજરાન ચલાવતા હતા. તેઓ ફરતા ફરતા શરવણ નામના ગામમાં આવી ચડયાં. તે ગામમાં ઘાણી ગાવાળા કેઈ બ્રાહ્મણની શાળામાં સુભદ્રાએ એક પુત્રને જન્મ આપે તે બાળક શાળામાં જન્મેલો હોવાથી તેનું નામ “ગશાળ” રાખવામાં આવ્યું.
ગોશાળે યુવાન થયે. તે પણ ફરતે ફરતે, રાજગૃહ નગરમાં જ્યાં પ્રભુ ચાતુર્માસ રહ્યા હતા ત્યાં આવ્યું. હવે પ્રભુને માસક્ષપણું પુરૂં થયું એટલે પારણાને દિવસે વિજય નામના શેઠે, ખુબ સરસ ભેજન સામગ્રી આપી પારણું કરાવ્યું. તે વખતે આકાશમાં “ધન્ય છે આ દાનને ” એવી દેવોએ ઉદ્દષણા કરી અને વસુધારા વિગેરે પાંચ દિવ્યે પ્રગટ કર્યા. આ હકીકત સાંભળી ગોશાળે વિચાર્યું કે –“આ મુનિ કોઈ સામાન્ય માસુસ નથી લાગતા. તેમને અન્નાદિ સામગ્રી આપનારને ત્યાં પણ
૧૪