________________
તૃતીય વ્યાખ્યાન.
૧૦૫
માકાશના કોઇ એક પ્રદેશને પકડવા પ્રયત્ન કરી રહી હૈાયની ! આ પ્રમાણે અતિશય વેગ વડે ચંચળ લાગતા અગ્નિ ત્રિશલા ક્ષત્રિયાણીએ ચાદમા સ્વપ્નમાં જોયા.
આવા પ્રકારના કલ્યાણના હેતુરૂપ, કીર્તિયુકત અને દર્શન માત્રથી પણ પ્રીતિને ઉપજાવે તેવાં સુંદર સ્વપ્ન જોઇને, કમળ જેવાં નેત્રવાળી અને હવડે રમાંચિત શરીરવાળી તે ત્રિશલા ક્ષત્રિયાણી જાગી.
જ્યારે જીનેશ્વરા માતાના ગર્ભ માં આવે છે ત્યારે આ ચાદ મહાસ્વપ્નાને જિનેશ્વરાની માતાએ અવશ્ય દેખે છે.
સિદ્ધા ક્ષત્રિયને નિવેદન
સ્વપ્નદનથી વિસ્મય . પામેલી, સંતુષ્ટ થયેલી, હર્ષોલ્લાસવાળી ત્રિશલા ક્ષત્રિયાણી સ્વપ્નાનુ સ્મરણ કરવા લાગી. તેની રામરાજી, મેઘની ધારાથી સીંચાયેલા કબ પુષ્પની જેમ વિકસિત થઇ રહી. ત્યારપછી તે ઉડી અને પાદ્યપીઠથી નીચે ઉતરી. કોઇપણ જાતની માનસિક વ્યગ્રતા વિના, શારીરિક ચપળતા વિના, સ્ખલના રહિત, અને વિલખ વગર, રાજહંસની ગતિથી તે સિદ્ધા ક્ષત્રિયની શય્યા પાસે આવી. આવીને પેાતાની વિશિષ્ટ ગુણવાળી વાણી વડે સિદ્ધાર્થ ને જગાડ્યા. વિશિષ્ટ ગુણવાળી વાણી એટલે જે વાણી ઇષ્ટ હાય, જેને સાંભળવાની હુ ંમેશાં ઇચ્છા રહ્યા કરે, કાઇને દ્વેષ ન આવે, મનને વિનેાદ આપે, સુંદરતાને લીધે દીલમાં વસી જાય, જેમાં સુંદર ધ્વનિ, મનેાહર વર્ણ અને સ્પષ્ટ ઉચ્ચાર રહેલાં હાય, સમૃદ્ધિને વધારનાર, ઉપદ્રવાના નાશ કરનાર, ધનને પ્રાપ્ત કરાવનાર, માંગલિક, અલંકારમય, સાંભળતાની સાથેજ મ સમજાય તેવી, હૃદયને આહ્વાદ આપનારી, જેમાં