________________
૨૨૬
શ્રી કલ્પસૂત્રતેણે તેની જટાની જૂઓ જોઈ કહ્યું કે –“ આ તાપસને ચૂકાશય્યાતર કહે એજ વાજબી છે.” તાપસને એ વિશેષણથી ઘણું માઠું લાગ્યું. તેથી તેણે ક્રોધાયમાન થઈ, શાળા ઉપર તેજલેશ્યા મૂકી. કરૂણાસાગર પ્રભુએ જે તેને આ વખતે ન બચાવી લીધા હતા તે જરૂર તે બળીને રાખ થઈ ગયે હેત. પણ પ્રભુએ તેજેશ્યા સામે શીતલે છેડી. તેથી પાણીથી આગ જેવી રીતે બુઝાઈ જાય તેવી રીતે તાપસની તેજોલેસ્યા પણ શમી ગઈ. ગોશાળ બચી ગયો, વશ્યાયન પણ પ્રભુની અલોકિક શકિત જોઈ ચકિત થયે અને પિતાના સાહસિક કર્મ માટે ક્ષમા યાચી.
શાળે પ્રભુને પૂછયું કે;–“એ તેલેશ્યા શી રીતે પ્રાપ્ત થાય?” પ્રભુ જાણતા હતા કે આવા અપાત્રને તેજેશ્યાની વિધિ શીખવવી એ સપને દૂધ પાવા સમાન છે, છતાં ભાવિભાવ કઈ મિથ્યા કરી શકનારનથી એમ માની ગોશાળાને તેજેશ્યાનવિધિ શીખવ્યું. તે વિધિ નીચે પ્રમાણે –“ જે મનુષ્ય સૂર્યની આતાપના પૂર્વક હંમેશાં છઠ્ઠ કરે, અને એક મુઠી અડદના બાકળા તથા અંજલિ માત્ર ગરમ પાણીથી છઠ્ઠનું પારણું કર્યા કરે તે તેને છ માસને અંતે તેલેશ્યાની પ્રાપ્તિ થાય.”
ત્યાંથી વિહાર કરી પ્રભુ પાછા સિદ્ધાર્થ પુર તરફ જતા હતા ત્યાં માર્ગમાં પેલા તલના છોડવાનો પ્રદેશ આ શાળ બે કે –“હે સ્વામી ! આપને મેં તલના જે છોડવા માટે પૂછયું હતું, તેમાં આપના કહેવા પ્રમાણે તલ થયા નથી.”
પ્રભુએ ઉત્તર આપે –“જે એજ તલના આ છોડ ઉભે.”
ગોશાળાને પ્રભુનાં વચન ઉપર એકાએક શ્રદ્ધા શાની બેસે? તેણે તે છોડવાની શીંગ ચીરી જોઈ, અને તલ ગણી જોયાતે બરાબર સાતના હીસાબે નીકલ્યા. આથી તેણે પિતાની મતિકલ્પના