________________
શ્રી કપત્ર
થવાને લીધે કર્મનું તેમજ દેશનું આદાન એટલે ઉપાદાન કારણ થાય છે. આ અનભિગ્રહીતશાસનિકત્વ જાણવું. તેનેજ દ્રઢ કરે છે. જેણે શા આસન ગ્રહણ કરેલ નથી તેને, એક હાથ સુધી ઉંચી કે જેથી કીડી આદિને વધ અને સર્ષ આદિને દંશ ન થાય તેમજ “અકુચા કુચ પરિસ્પજે” એ વચનથી પરિસ્પદે રહિત એટલે નિશ્ચલ એવી જાતની ચારે બાજુ કાઠીવાલી શય્યા જેને ન હોય તે અનુચ્ચાકુચિકા કહેવાય તેને, પ્રયેાજન વગર બાંધનારને, (એક વાર ઉપરાંત પ્રોજન વગર બે, ત્રણ ચાર વાર કંબા (કાઠી) ઉપર બંધ બાંધે અને ચારની ઉપર ઘણું અડુક (આડીઆ) બાંધે તથા વલી સ્વાધ્યાયને વિષે વિક્ત પલિમંથાદિ દેજે થાય તેથી બંધન આદિના તેમજ પલિમંથના પરિવાર માટે જે એક આખું ચંપા આદિનું પાટીયુ મળે તે તેજ ગ્રહણ કરવું.) જેણે આસન નક્કી કરી રાખ્યું નથી તેને, (કારણ કે વારંવાર એક સ્થાનથી બીજે
સ્થાને જવાથી જીવને વધ થાય) અનેક આસન સેવનારને, સંથારે, પાત્ર આદિને તડકામાં નહીં મૂકનારને, ઈર્યા આદિ સમિતિને વિષે અનુપયુકતને, જેને પડિલેહણ કરવાની ટેવ નથી એટલે દષ્ટિ વડે રજોહરણ આદિથી પ્રમાર્જન કરવાની ટેવ નથી તેને–એટલે તેવા પ્રકારના સ્વરૂપવાળા ( આચરણવાળા) સાધુને સંયમ મુશ્કેલીથી આરાધના થાય તેવું થાય છે. પ૩.
અનાદાન આદાન કહીને હવે અનાદાન કહે છે. શય્યા, આસનનું ગ્રહણ કરવું, એક હાથ ઉંચી અને નિશ્ચલ શગ્યા રાખવી તેમજ પક્ષમાં એક વાર સપ્રયેાજન શય્યાની કાઠી ઉપર બંધ બાંધવા તેથી કર્મનું તેમજ દેષનું અનાદાન એટલે તેવા કારણને અભાવ છે. તે હવે પ્રકટ કરી દેખાડે છે. જેણે આસન અને શય્યા ગ્રહણ કરેલ છે તેને, જેને એક હાથ ઉંચી અને નિશ્ચલ શય્યા છે