________________
૩૭૬
શ્રી કલ્પસૂત્રનબળી થઈ ગયેલી જોવામાં આવી. પોતાના અધિકારીઓને બોલાવો પૂછયું કે:-“અરે! આ સુંદરી આમ સાવ સુકાઈ કેમ ગઈ? મારા ગયા પછી કેઈએ તેની સંભાળજ ન લીધી કે શું ?”
અધિકારીઓએ નમન કરી ઉત્તર આપે.–“ મહારાજા ! જ્યારથી આપ દિગવિજય કરવા નિકળ્યા, ત્યારથી આ સુંદરી માત્ર પ્રાણુ ટકાવી રાખવા ખાતર જ આયંબિલ તપ કરે છે. આપે તેમને દીક્ષા લેવાની આજ્ઞા ન આપી તેથી તેઓ ભાવદીક્ષિત થઈને પોતાના દિવસે ગાળે છે.”
સુંદરીને દીક્ષા લેવાને દ્રઢ મનોરથ જાણ ભરત મહારાજાએ કહ્યું કે –“ અરેરે ! હેન, આટલા વખત સુધી હું જ તમારા વ્રતમાં વિશ્વભૂત થયે ! તમે આવા નાજુક શરીરથી પણ મોક્ષરૂપી ફળ ઉત્પન્ન કરવા માગો છે અને તે સારૂ દીક્ષા ગ્રહણ કરવા તૈયાર છે એ વિષે તમને જેટલો ધન્યવાદ અપાય તેટલે એ જ છે !” એ પ્રમાણે સુંદરીની પ્રશંસા કરી તેને દીક્ષા લેવાની રજા આપવામાં આવી. ત્યારબાદ સુંદરીએ અષ્ટાપદ પર્વત ઉપર જઈ શ્રી ઋષભદેવ પ્રભુ પાસે દીક્ષા સ્વીકારી.
બાર વરસનું ભયંકર યુદ્ધ હવે ભરતક્ષેત્રના છ ખંડ સાધવા છતાં ચક તે આયુધશાબામાં ન પેસતાં હારજ રહ્યું. તેથી ભરત મહારાજાએ પિતાના અઠ્ઠાણું ભાઈઓને પિતાની આજ્ઞામાં રહેવાનું દૂત મારફતે કહેણ મોકલ્યું. બધા ભાઈઓ એકઠા થયા અને “આપણે ભારતની આજ્ઞા માનવી કે તેની સામે યુદ્ધ કરવું” એ વિષે ખુલાસો મેળવવા પ્રભુ પાસે ગયા. પ્રભુએ તેમને વૈતાલીય નામના અધ્યયનની પ્રરૂપણુ વડે પ્રતિબંધ પમાડી દીક્ષા આપી. તે પછી મહારાજાએ બાહુબલિ પાસે એક દૂત મોકલ્યા. અતુલ બળ ધરાવનાર બાહુ