________________
શ્રી કલ્પસત્ર
થવાના, પ્રિય મિત્ર નામના ચક્રવતી પણ તમેજ અને ત્રિપૃષ્ઠ ના મના વાસુદેવ પણ તમેજ થવાના. અત્યારે જે કે હું તમને વંદન કરું છું, પણ તે કંઈ તમારા આ પરિવ્રાજકપણને કે તમારા આ જન્મને ઉદ્દેશીને વંદન નથી કરતે. પરંતુ તમે છેલ્લા તીર્થ - કર થવાના છે તેથી જ હું તમને વંદું છું; કારણ કે વર્તમાન તીર્થકરોની જેમ ભાવ તીર્થકરો પણ વંદનીય છે.” એ પ્રમાણે મધુરવાણીથી વારંવાર સ્તુતિ કરી ભરત મહારાજા સ્વસ્થાને ગયા.
એ વૃતાન્ત સાંભળી મરીચિ હર્ષાવેશમાં આવી ત્રણ વાર પગ પછાડી ખુબ નાચવા મંડી ગયે અને બેલવા લાગ્યો કે “હું કે ભાગ્યશાળી! મારું કુળ કેટલું ઉત્તમ? હું પહેલે વાસુદેવ થવાને, હુંજ મૂકા નગરીમાં ચકવતી થવાનો અને છેલ્લે તીર્થકર પણ હું જ થવાને ! અહાહો, મારૂં કૂળ કેટલું બધું ઉત્તમ છે? હું વાસુદેવમાં પહેલે થઈશ, એટલું જ નહીં પણ મારા પિતા પણ ચકવતીઓમાં પહેલા છે, તેમ મારા પિતાના પિતા પણ જિનેશ્વરમાં પહેલા છે. ખરેખર મારા કૂળની કેટલી બધી ઉત્તમત્તા?” આ પ્રમાણે કૂળને મદ કરવાથી મરીચિએ નીચગવ્ય કર્મ ઉપજયું; કારણ કે એવો નિયમ છે કે જે માણસ પોતાની જાતિ કૂળ, ઐશ્વર્ય, બળ, રૂપ, તપ તથા જ્ઞાનને મદદ કરે છે તે માણસને તે તે વસ્તુ વિષે હીનતા પ્રાપ્ત થાય છે. પ્રભુ મેક્ષે ગયા પછી પણ મરીચિ સાધુઓ સાથે વિહાર કરતે આગળની જેમ માણસને પ્રતિબંધ આપી, શિષ્ય કરવા સાધુઓને સેપતે.
એક દિવસે તેને શરીરે કંઈક માંદગી થઈ આવી, પણ તે અવિરતિ હોવાથી તેમજ તેને વેષ જૂદો હોવાથી કેઈ સાધુએ તેની સેવા સુશ્રુષા ન કરી. આથી તે વિચારવા લાગ્યું કે -અરેરા