________________
શ્રી કલ્પસૂત્ર
કપે. તેજ પ્રમાણે થંડિત જવાનું સ્થાન સારું ન હોય, ઉપાશ્રયમાં જીવજંતુ આદિને ઉપદ્રવ હોય, બહુ કુંથવા હોય યા તે
અગ્નિ કે સર્પનો ભય હોય તે પણ ચાતુર્માસમાં મુનિ બીજે વિહાર કરી શકે.
ચાતુર્માસ વીત્યા પછી પણ રહી શકાય? ચાર્તુમાસ વિત્યા છતાં વરસાદ રહેતું ન હોય અને માર્ગો કાદવથી પરિપૂર્ણ હોય તે મુનિઓ કાર્તિકી પૂર્ણિમા વીતી ગયા પછી પણ વિહાર ન કરે તે ચાલે...
સ્થિરતા કરવાના ક્ષેત્રની પસંદગી. ઉપર જે અમંગળ આદિ દેશે વર્ણવ્યા તેમાંનું કંઈ કારણ ન હેય તે પણ સંયમને નિર્વાહ સુખશાંતિથી થઈ શકે તે માટે ક્ષેત્રની પસંદગી કરવામાં મુનિઓએ નીચેનાં કારણેને જરૂર વિચાર કરવું જોઈએ. ખાસ કરીને એવાં ક્ષેત્રના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે: (૧) જઘન્ય, (૨) ઉત્કૃષ્ટ અને '(૩) મધ્યમ.
જઘન્ય ક્ષેત્રનાં લક્ષણે-જ્યાં જીનપ્રાસાદ અથવા વિહારભૂમિ હાય, ધૈડિલ જવાનું સ્થાન શુદ્ધ, નિર્જીવ તથા કેઈની દ્રષ્ટિ ન પડે તેવું હોય, જ્યાં સ્વાધ્યાય–સજઝાય કરવાને માટે અનુકૂળ ભૂમિ હોય, અને જ્યાં સાધુને આહારપાણી સુલપણે મળી શકતાં હોય તે સ્થાન સાધારણ રીતે ઠીક કહેવાય.
ઉત્કૃષ્ટ ક્ષેત્રનાં લક્ષણે--જ્યાં ઘણે કાદવ ન હોય, ઘણા સંમૂર્ણિમ છો ઉદ્દભવતા ન હોય, ઠલે જવાનું સ્થાન નિર્દોષ હાય, ઉપાશ્રયમાં સ્ત્રીને સંસર્ગ ન હોય, ઘી-દૂધ વિગેરે ગેરસની સુલભતા હોય, જ્યાંના લેકે ખાનદાન અને ભદ્રિક હાય,