________________
૩૪.
શ્રી કલ્પસૂત્ર
દશમીએ દીક્ષા (૪) વૈશાખ માસની શુકલ દશમીએ કેવળજ્ઞાન અને (૫) કાર્તિક માસની અમાસે મેક્ષ. જે છઠું કલ્યાણક ગણાતું હેત તો તેને પણ અહીં જરૂર ઉલેખ કરત. તમે કહેશે કે ગર્ભાપહારને છડું કલ્યાણક માનવામાં શું ખોટું છે? તેના સમાધાનમાં કહેવાનું કે નીચ નેત્રકર્મના વિપાકરૂપ હોઈ અતિ નિંદવાયેગ્ય અને વળી એક આશ્ચર્યરૂપ ગણતું હોય તેને કલ્યાણક કહેવું શી રીતે ઘટે? શ્રી વીરપ્રભુને જીવ દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષિમાં અવતર્યો અને માતા ત્રિશલાએ જન્મ આપે એ અસંગતપણાને નિવારવાને માટે જ પચહષ્ણુત્તરે એ વચનથી ગર્ભને અપહાર સૂચવ્યું છે, બાકી એ સિવાય એમાં બીજે કઈ અર્થ ઘટતા નથી.
સારાંશ કે કલ્યાણક પાંચ જ છે. હવે ભગવાનને પંચ હસ્તત્તરપણું મધ્યમ વાચનાથી દર્શાવે છે –
હચ્છત્તરાહિં યુએ–એટલે ઉત્તરાફાલ્યુની નક્ષત્રમાં (પ્રાણત નામના દશમા દેવલોકમાંથી) ભગવંત ચવ્યા (અને)
ચઈતા ગલ્સ વર્કતે–ચવીને ગર્ભમાં ઉસન્ન થયા.
હન્દુતરાહિં ગાભાઉ ગર્ભ સાહરિએએટલે ઉત્તરાફાગુની નક્ષત્રમાં જ દેવાનંદાના ગર્ભમાંથી ત્રિશલાના ગર્ભમાં મૂકાયા.
હત્યુત્તરાહિં નીએ–(અને) ઉત્તરા ફાલ્ગનીમાં જન્મ્યા.
હત્યુત્તરાહિં મુડે ભવત્તા–ઉત્તરા ફાગુની નક્ષત્રમાં (દ્રવ્ય અને ભાવથી) મુંડ થઈને (દ્રવ્યથી મુંડ થવું તેમાં કેશના લોચ વિગેરેને સમાવેશ થાય છે અને રાગ-દ્વેષને અભાવ એ ભાવમુંડમાં આવી જાય છે.) અગારા–ઘરમાંથી નીકળીને