________________
શ્રી કલ્પસૂત્ર
બીજે સ્થાને જઇ પ્રતિકમણ કરી આવે તે એ બન્ને ઉપાશ્રયના સ્વામી શય્યાતર થાય.
શય્યાતરની કઈ વસ્તુ ખપે? ચારિત્રની ઈચ્છાવાળે ઉપધિ સહિત શિષ્ય, તૃણ, ડગલ(માટીનું ઢેકું)માગુ કરવાની કુડી, ભસ્મ, પાટલે, બાજોઠ, શય્યા, સંસ્તાર અને લેપ વિગેરે વસ્તુઓ શય્યાતરની ખપે.
રાજપિંડ કલ્પ. રાજપિંડમાં સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, મંત્રી, સાથેવાહ વિગેરે જેને હેય અને જેનો રાજ્યાભિષેક કરાવેલ હોય એવા રાજાનું પિંડ આવી જાય છે. એ રાજપિંડ ન ખપે. સજપિંડ આઠ પ્રકારને છે–(૧) અશન, (૨) પાન (૩) ખાદિમ (૪) સ્વાદિમ (૫) વસ્ત્ર, (૬) પાત્ર, (૭) કબળ અને (૮) રજોહરણ. પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થના સાધુ એને રાજ્યના સેનાપતિ, પુરોહિત, નગરશેઠ, મંત્રી, સાર્થવાહ કે રાજાના પિતાના, ઉપર કહેલાં આઠ પિંડમાંથી કઈ કલ્પ નહીં. કારણ કે રાજા પાસે આવવા-જવામાં સામંત વિગેરે તરફથી સાધુને પિતાને સ્વાધ્યાયમાં ખલેલ પહોંચે. વળી કેટલાક સાધુઓના શુકનને અપશુકન ગણતા હોવાથી સાધુના શરીરને વ્યાઘાત થવાનો પણ સંભવ રહે છે. તે સિવાય સાધુઓ જે રાજાઓ અને તેમના મુસદ્દીઓ પાસે વારંવાર આવ-જા કરે તે સાધુઓને ખાવાની લાલચ કદાચિત્ લાગુ પડે અને તેથી સાધુવર્ગની લઘુતા અને નિંદા વિગેરે થવાનો સંભવ રહે. એટલા માટે રાજપિંડને નિષેધ કરવામાં આવ્યો છે. બાકી બાવીશ તીર્થકરેના સાધુઓ હંમેશા સરળ અને પ્રાજ્ઞ હેવાથી તેમને ઉપર કહેલા દેશે સંભવતા નથી, માટે તેમને રાજપિંડ કર્ષે છે.