________________
૩૨૮
શ્રી કલ્પસૂત્રચંદ્રાનના ! સમસ્ત સ્ત્રી જગતમાં આજે રાજીમતી જેવી ભાગ્યશાલી સ્ત્રી બીજી કોઈ નહીં હોય! જેને આ સુંદર વર મળે તેના અહેભાગ્યનું તે પૂછવું જ શું?”
ચન્દ્રાનનાએ કહ્યું– અદ્દભૂત રૂપથી મને હર બનેલી રાજીમતીને જે આ વર વિધાતા ન મેળવી આપે તો તેમાં વિધાતાની પોતાની જ હાંસી થાય. એટલે કે વિધાતાએ પોતે જ આ જેડી ગઠવી રાખી છે.” એટલામાં વાજીત્રાના શબ્દ સાંભળી, રાજીમતી એકદમ પોતાની ઉક્ત સખીઓ વચ્ચે આવીને ઉભી રહી. તેણુએ કહ્યું: “હાટી ધામધૂમથી આવતા વરરાજાને નીરખવાના શું તમને એકલાને જ કેડ હશે કે?” એટલું બેલતામાં તો તેણુએ સખીઓને બળથી હડસેલી પિતાને માર્ગ કરી લીધો. સ્વાભાવિક સંદર્ય અને રત્નજડિત આભૂષણેથી તેમય જેવા જણાતા નેમિકુમારને જોતાં જ રાજીમતી આશ્ચર્યથી દિમૂઢ જેવી બની ગઈ. તે પોતાના મનમાં જ વિચારવા લાગી કે –“આ તે પાતાલકુમાર હશે કે સાક્ષાત્ કામદેવ પુરૂષને વેષ લઈ આ તરફ આવતા હશે કે સુરેંદ્ર પોતે આ પૃથ્વી ઉપર ઉતરી આવ્યા હશે ? જે વિધાતાએ આવા અનુપમ અને અદ્વિતીય પુરૂષને બનાવ્યું તેને પણ ધન્ય છે!” રામતીની દૃષ્ટિ નેમિકુમાર તરફ જ વળેલી હતી. પાસે ઉભેલી સખીઓ તેના મનભાવ સમજી ગઈ, તેથી મૃગલેચનાએ હસતાં હસતાં જ ટકેર કરી કે –“બહેન ચન્દ્રાનના ! જો કે આ વર સંપૂર્ણ ગુણથી ભરેલો છે, છતાં સાવ ખામીવિનાને છે, એમ પણ ન કહી શકાય. પરંતુ રાજમતીની હાજરીમાં તેની ખામી બતાવવી એ ઠીક નહીં, તેથી હમણાં તે હું નથી બોલતી.”ચન્દ્રાનનાએ તેને ટેકે આપે અને કહ્યું: “તારી વાત સાચી છે. પણ અત્યારે તો મુંગા રહેવામાં જ માલ છે.”