________________
શ્રી કલ્પસૂત્ર
વિમાન વડે શ્રી વીર પ્રભુને વાંદવાને આવ્યા. ચંદના સાથ્વી દક્ષપણને લીધે અસ્તસમય જાણીને પિતાને સ્થાને ગયાં, અને મૃગાવતી સૂર્ય ચંદ્રના જવાથી અંધકાર ફેલાયે છતે રાત્રિ જાણીને બીતી થકી ઉપાશ્રયે આવી અને ઈપથિકી પ્રતિક્રમીને, સૂતેલાં એવાં ચંદના સાધીને “મારો અપરાધ ક્ષમા કરે.” એમ કહેવા લાગી ત્યારે ચંદનાએ પણ “હે ભદ્રે ! તારા જેવી કુલીનને આમ કરવું તે યુક્ત નથી. એ પ્રમાણે કહ્યું. તેણુએ ઉત્તરમાં કહ્યું કે “ફરીથી આમ કરીશ નહીં' એમ કહીને પગે પડી. એટલામાં ચંદના સાધ્વીને ઉંઘ આવી ગઈ અને મૃગાવતીને તે પ્રકારે ખમાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પછી કોઈ સર્પ નજીક આવવાથી ચંદનાને હાથ ઉંચે લેવાના બનાવથી ચંદના સાથ્વી જાગી ગયાં અને કેવી રીતે સર્પ જાણ્યા એમ પૂછતાં ચંદનાએ મૃગાવતીને કેવળજ્ઞાન થયેલું જાણીને તેણને ખમાવતાં પોતે પણ કેવળજ્ઞાન મેળવ્યું. તેથી આવી રીતે મિથ્યાદુકૃત દેવું જોઈએ, પણ કુંભાર અને ક્ષુલ્લકના દwતે દેવું ન જોઈએ. તે કુંભાર અને ક્ષુલ્લક દષ્ટાંત આ પ્રમાણે છે-(કુંભારનાં) હાંડલાં કાણું કરતાં કઈ એક ક્ષુલ્લક (ચેલા) ને કુંભાર જ્યારે નિવારતે ત્યારે તે મિથ્યાદુકૃત તે, પણ તે હાંડલા કાણાં કરતો અટકતે નહીં, તેથી કાંકીવડે ચેલાના કાન મરડતાં (મસળતા) કુંભારે પણ “હું દુખ પામું છું” એમ તે ચેલે વારંવાર કહ્યું તે પણ ફગટ મિથ્યાદુકૃત આપ્યું. ૫૯.
ત્રણ ઉપાશ્રય ૨૫ ચોમાસું રહેલ સાધુ સાધ્વીને ત્રણ ઉપાશ્રય ગ્રહણ કર વા કપે છે. તે આ પ્રમાણે-જંતુસંસતિ આદિના ભયથી તે ત્રણ ઉપાશ્રયમાં બે ઉપાશ્રયને વારંવાર પ્રતિલેખવા (જેવા) જે. એ. સાઈજજ ધાતુ આસ્વાદનના અર્થમાં વપરાય છે, તેથી જે ઉપાશ્રય ઉપભેગમાં આવતા હોય તે સંબંધી પ્રમાર્જના કરવી.