________________
શ્રી કલપસત્ર
, ત્રિશલા ક્ષત્રિયાણીની પતિશ્રદ્ધા - ત્રિશલા ક્ષત્રિયાણીએ એ અર્થ સાંભળી અવધારીને સંપૂણ હર્ષ, આનંદ અને સંતોષપૂર્વક, બે હાથ જોડી, દસ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, અંજલી જોડી કહ્યું કે –“હે સ્વામી ! આપનું કહેવું યથાર્થ છે. આપે સ્વપ્નનું જે ફળ કહ્યું તે તેમજ છે. મને એમાં કઈ જાતની શંકા નથી. તમારું કહેવું અક્ષરશ: હું સત્ય માનું છું અને હું પણ એમજ ઈચ્છું છું. તમારે કહેલે અથે સંપૂર્ણ સત્ય છે.”
એમ કહી તે સ્વપ્નાઓને સારી રીતે અંગીકાર કર્યો અને પોતાના સ્થાને જવાની સિદ્ધાર્થ રાજા પાસે અનુમતિ માગી. પછી પેલા સુવર્ણ—મણિખચિત સિંહાસન ઉપરથી નીચે ઉતરી, પરમ શાંતિ, ગાંભીર્ય અને સ્થિરતાપૂર્વક, રાજહંસની ગતિથી પિતાની શય્યા પાસે આવ્યાં. તેમણે વિચાર્યું કે – મેં જે સ્વરૂપથી જ સુંદર, શુભફળદાયી અને મંગળકારી સ્વપ્ન જોયાં છે તે બીજાં ખરાબ વનથી નિષ્ફળ ન થાય માટે મારે હવે સૂવું ન જોઈએ. એટલે તેઓ દેવ-ગુરૂ સંબંધી પ્રશસ્ત, મંગળકારી, મનહર ધર્મકથાઓનું ધ્યાન ધરતા, જાગતા બેસી રહ્યાં. એ રીતે શુભ સ્વપ્નને સંભારી તેનું બરાબર રક્ષણ કર્યું.
ઉત્સવની તૈયારીઓ સિધ્ધાર્થ ક્ષત્રિયે પ્રભાતકાળ થતાં જ પિતાના કે ટુમ્બિક પુરૂષે એટલે કે સેવકોને બોલાવીને કહ્યું કે:-“હે દેવાનુપ્રિયે! આજે ઉત્સવનો દિવસ છે, તેથી જલદી બહારના સભામંડપને વિશેષ પ્રકારે વાળી ચાળી સાફ કરો, સુગંધી પાણીને છેટકાવ કરા અને છાણ વિગેરેથી લીંપાવીને પવિત્ર બનાવે.