________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૯ આંતરારહિત એવીને આ જંબુદ્વીપ નામના દ્વીપને વિષે ભરતક્ષેત્રમાં શૈર્યપુર નામના નગરમાં, સમુદ્રવિજય નામના રાજાની શિવાદેવી નામની રાણીની કુખમાં, મધ્યરાત્રિએ, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ પ્રાપ્ત થતાં ગર્ભપણે ઉત્પન્ન થયા. અહીં શિવાદેવી માતાએ ચાદ સ્વપ્ન જોયાં તથા વ્યંતરદેવેએ મહાનિધાને આહયાં વિગેરે વૃત્તાન્ત શ્રી વિરપ્રભુની પેઠે જાણી લે.
તે કાળે અને તે સમયે વર્ષાકાળના પહેલા મહિનામાં, બીજા પક્ષમાં શ્રાવણ માસના શુકલ પક્ષની પાંચમની રાત્રીને વિષે, નવ માસ બરાબર સંપૂર્ણ થતાં, ચિત્રા નક્ષત્રમાં ચન્દ્રમાને વેગ થતાં, આરોગ્યવાળી શિવાદેવીએ આરોગ્ય પુત્રને જન્મ આપ્યો. અહીં જન્મમહોત્સવ વિગેરે સર્વ શ્રી મહાવીર પ્રભુની પેઠે સમજવું. સમુદ્રવિજય રાજાએ સગાંસંબંધી તથા જ્ઞાતિજનેને આમંત્રણ કરી ભેજન કરાવ્યું અને તેમને સર્વને સંબોધીને કહ્યું કે:-“હે દેવાનુપ્રિયે ! અમારે આ બાળક ગર્ભમાં હતું ત્યારે તેની માતાએ સ્વપ્નમાં રિટ રત્નમય નેમિ નિહાળી હતી તેથી અમે આ કુમારનું નામ “અરિષ્ટનેમી” પાડીએ છીએ. ”
કુમાર અરિષ્ટનેમિનું અનન્ય બાહુબળ શ્રી અરિષ્ટનેમિ પ્રભુ પરણ્યા નથી તેથી તેઓ કુમાર કહેવાય છે. તેઓ કેમ ન પરણ્યા તે વિષે આગળ કહેવામાં આવશે. જ્યારે તેઓ યુવાવસ્થાને પ્રાપ્ત થયા ત્યારે શિવાદેવી માતાએ એકવાર કહેલું કે-“હે વત્સ! તું વિવાહ કર અને અમારા
* “રિષ્ટ શબ્દ અમંગળવાચી હોવાથી, અમંગળના પરિવાર અર્થે આ અક્ષર ઉમેરી પ્રભુનું નામ અરિષ્ટનેમિ રાખવામાં આવ્યું, નેમિ એટલે ચક્રની ધાર. અરિષ્ટ અશુભનો ધ્વંસ કરવામાં ચક્રની ધાર સમાન તે અરિષ્ટનેમિ. તેમનું બીજું નામ નેમિનાથ પણ છે.