________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૧૩
દિક્ષાને સમય અને સ્થળ પ્રભુ દીક્ષા લેવાને નીકળ્યા તે વારે હેમંતકતને બીજે માસ, હેમંતઋતુનું ત્રીજું પખવાડીયું–પોષ માસનું કૃષ્ણ પખવાડીયું વર્તતું હતું. તે પિષ માસના કૃષ્ણ પખવાડીયાની અગીચારશને દિવસે ( ગુજરાતી માગશર વદ અગીયારશ) પહેલા પહેરને વિષે, વિશાલા નામની પાલખીમાં રત્નજડિત સુવર્ણના સિંહાસન પર પૂર્વ દિશા સન્મુખ બેસીને દીક્ષા લેવા નીકળ્યા. વીર પ્રભુની પેઠે શ્રી પાર્શ્વનાથ પ્રભુની દીક્ષા વખતે પણ દે, મનુષ્ય અને અસુરના સમુદાયે તેમની આગળ ચાલતા હતા તે સર્વ પૂર્વની જેમ જાણું લેવું. એટલું વિશેષ કે શ્રી પાર્શ્વનાથ પ્રભુ વારાણસી નગરીની મધ્યમાં થઈને, આશ્રમપદ નામના ઉદ્યાનમાં, અશોક નામના ઉત્તમ વૃક્ષ પાસે આવ્યા અને અશોકવૃક્ષ નીચે પાલખી સ્થાપન કરાવી, નીચે ઉતર્યો. પછી પોતાની મેળેજ પિતાનાં આભરણ વિગેરે ઉતાર્યા, પિતાની મેળેજ પંચમૃષ્ટિ લોન્ચ કર્યો અને નિર્જલ અઠ્ઠમ તપ કરીને, વિશાખા નક્ષત્રમાં ચન્દ્રને યોગ પ્રાપ્ત થતાં, એક દેવદૂષ્ય વસ્ત્ર ગ્રહણ કરીને, ત્રણ પુરૂષની સાથે, મુંડ થઈને, ગ્રહવાસથી નીકળી દીક્ષા ગ્રહણ કરી.
ઉપસર્ગો શ્રી પાર્શ્વનાથ પ્રભુએ દીક્ષા લીધા પછી વ્યાશી દિવસ સુધી કદિ કાયાની શુશ્રુષા ન કરી, શરીર પ્રત્યેની મમતાને સર્વથા ત્યાગ કર્યો અને દેવ દેવીઓ, મનુષ્ય અને તિર્થાએ કરેલા અનુકૂળ તેમજ પ્રતિકૂળ ઉપસર્ગો નિર્ભયપણે અને ક્રોધરહિતપણે સહન કર્યા. તેમાં દેવે કરેલ કમઠ સંબંધી ઉપસર્ગ આ પ્રમાણે છે –
| મેઘમાલીને મેઘાડમ્બર - શ્રી પાર્શ્વનાથ પ્રભુ દીક્ષા સ્વીકારી, વિચરતા થકા, એકવાર