________________
સપ્તમ વ્યાખ્યાન.
૩૦૩
જ્યારે કેવળજ્ઞાન ઉત્પન્ન થયું, ત્યારે એક પુરૂષે આવી ભરત મહારાજાને એ વિષે વધામણે આપી. તેજ વખતે બીજા એક પુરૂષે આવી બીજી વધામણ આપી કે –“મહારાજ! આપની આયુધશાળામાં ચરિત્ન ઉત્પન્ન થયું છે. ” આવી રીતે એકી વખતે એ વધામણ સાંભળવાથી ભારત રાજા વિચાર કરવા લાગ્યા કે–“મારે પહેલાં પિતાજીની પૂજા કરવી કે ચકરત્નની પૂજા કરવી?” એકાદ ક્ષણ વિચાર કરી તેમણે નિર્ણય કર્યો કે “ચક્ર તો માત્ર આ ભવનું જ સુખ આપી શકે, જ્યારે પિતાજીની પૂજા આ લોક અને પરલોકનું પણ કલ્યાણ કરી શકે. એટલે પિતાજીની પૂજામાં ચકરાનની પણ પૂજા આવી જ જાય છે.” એ પ્રમાણે વિવેકબુદ્ધિથી નિર્ણય કરી ભરત મહારાજાએ પ્રભુને વાંદવા જવાની તૈયારી કરવા માંડી.
માતા મરૂદેવાનો સ્નેહ પ્રભુએ જ્યારથી દીક્ષા લીધી ત્યારથી મરૂદેવા માતા પુત્રના વિરહને લીધે હંમેશાં રૂદન કર્યા કરતાં અને અવિશ્રાંત અશ્રુ પાડવાથી તેમનાં નેત્રમાં પડળ પણ આવી ગયાં હતાં. તેઓ ઘણીવાર ભરતને સખ્ત શબ્દોમાં કહેતાં પણ ખરાં કે –“હે પિત્ર ભરત ! મારો કોમળ પુત્ર રાજ્યલક્ષમીને છેડી ચાલી નીક
જે, તેને કોણ જાણે કેવાં આકરાં કષ્ટ વેઠવાં પડતાં હશે? તું તે રાજ્યના સુખમાં મગ્ન બન્યા છે એટલે તેને તેની શી ચિંતા હોય? એકવાર ભલે થઈ તેમની તપાસ તે કર.”
ભરત મહારાજાએ મરૂદેવા માતાને પણ પોતાની સાથે લીધા અને તેમને હાથી ઉપર બેસાર્યા. સર્વ ત્રાદ્ધિ અને સમૃદ્ધિવાળી ભરતરાજાની સ્વારી પ્રભુને વાંદવા આગળ ચાલવા લાગી. સમવસરણની નજીક આવતાં જ ભરતે માતા મરૂદેવાને કહ્યું –