________________
શ્રી કલ્પસૂત્ર
વ, પદે તથા વા શેડ હોય પણ ઘણે અર્થ નીકળે એવી, કર્ણમધુર, અને લાલિત્યભરી હોય તે વિશિષ્ટ ગુણવાળી ગણાય.
ત્યારપછી સિદ્ધાર્થ રાજાની આજ્ઞાથી ત્રિશલા ક્ષત્રિયાણ રત્નમણીથી શોભતા સિંહાસન ઉપર બેઠાં. પિતાના શ્રમ અને ક્ષેભને દૂર કરી સુખ સમાધિ પૂર્વક પોતાની સ્વાભાવિક મધુર, કોમળ, લલિત અને ભાવભરી વાણીમાં કહ્યું કે –“હે સ્વામી! હું આજે (જેનું વર્ણન પૂર્વે આવી ગયું છે તેવી) મહા પુયશાળી અને ભાગ્યશાળીને યોગ્ય શયામાં કંઈક જાગતી અને કંઈક ઉંઘતી હતી, તેવી સ્થિતિમાં ચદ મહાસ્વપ્ન દેખી જાગી ઉઠી.” હાથી, વૃષભ વિગેરે મહાસ્વપ્નનું વૃતાન્ત કહી સંભળાવ્યા પછી સ્વામીને જીજ્ઞાસા કરી કે –“હે સ્વામી ! એ પ્રશસ્ત ચોદ મહાસ્વપ્નોનાં કલ્યાણકારી ફળ વિશેષ તથા વૃત્તિ વિશેષ સંબંધે આપ શું ધારે છો?”
સિદ્ધાર્થ રાજાની ધારણ ત્યારપછી તે સિદ્ધાર્થ રાજા, ત્રિશલા ક્ષત્રિયાણીની પાસેથી બધી વાત સાંભળી, અવધારી વિમિત થયે, સંતોષ પામે અને તેની મરજી વિકસિત થઈ. તેણે સ્વપ્નની ધારણ કરી, તેના અર્થને વિચાર કર્યો, અને પિતાની સ્વાભાવિક મતિ અને વિજ્ઞાનવડે સ્વપ્નના અર્થને નિર્ણય કર્યો. પછી પિતાની વિશિષ્ટ ગુણવાળી, કર્ણમધુર, સુંદર અને લલિત વાણીમાં જવાબ આપે કે:-“હે દેવાનુપ્રિયા! તમે જે સ્વપ્ન જોયાં છે તે પ્રશસ્ત, કલ્યાણ રૂ૫, ઉપદ્રવ હરનારા, ધનના હેતુરૂપ, મંગલરૂખ, શોભાભર્યા, અને આરોગ્ય, સંતોષ, દીર્ધાયુષ, કલ્યાણ તથા વાંછિત ફળને આપનારાં છે. તેનાથી રત્નસુવર્ણાદિ અર્થને લાભ થશે, ભગ પ્રાપ્ત થશે, સુખ મળશે, પુત્રપ્રાપ્તિ થશે, અને રાજ્ય મળશે. હે