________________
૩૪૮
શ્રી કલ્પસૂત્ર
(૨ જા જિનેશ્વર) શ્રી અજિતનાથના નિર્વાણ પછી ત્રીસ લાખ કોટિ સાગરોપમે શ્રી સંભવનાથનું નિર્વાણ થયું. ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડા આઠ માસ ન્યૂન એવા વિશ લાખ કોટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિવાણ થયું અને
તે પછી નવસે એંશી વરસે પુસ્તકવાચના થઈ. . (૧ લા જીનેશ્વર) શ્રી ઋષભદેવના નિર્વાણ પછી ત્રણ વરસ અને સાડા આઠ માસ અધિક એવા પચાસ લાખ મેટિ સાગરેપમે શ્રી અજિતનાથનું નિર્વાણ થયું, ત્યારપછી બેંતાલીશ હજાર ત્રણ વરસ અને સાડાઆઠ માસ ન્યૂન એવા પચાસ લાખ કેટિ સાગરેપમે શ્રી મહાવીરનું નિર્વાણ થયું; ત્યારપછી નવસો એંશી વરસે પુસ્તકવાચના થઈ.
શ્રી ષભદેવ ચરિત્ર આ અવસર્પિણી કાળમાં ધર્મના પ્રથમ પ્રવર્તક, પરમ ઉપકારી શ્રી રાષભદેવ પ્રભુનું ચરિત્ર કિંચિત વિસ્તારથી કહેવામાં આવે છે.
તે કાળ અને તે સમયને વિષે કશલિક (કોશલ એટલે અયોધ્યા અને કેશલ દેશમાં જન્મ થવાથી કેશલિક) શ્રી રષભદેવ પ્રભુનાં ચાર કલ્યાણક ઉત્તરાષાઢા નક્ષત્રમાં થયાં અને પાંચમું કલ્યાણક અભિજિત નક્ષત્રમાં થયું તે આ પ્રમાણે - (૧) ઉત્તરાષાઢા નક્ષત્રમાં પ્રભુ સવોર્થસિદ્ધ નામના પાંચમા અનુત્તર મહાવિમાનમાંથી આવ્યા અને ચીને ગર્ભમાં આવ્યા, (૨) ઉત્તરાષાઢા નક્ષત્રમાં જન્મ્યા, (૩) ઉત્તરાષાઢામાં દીક્ષા લીધી, (૪) ઉત્તરાષાઢામાં જ કેવળજ્ઞાન તથા કેવલદર્શન થયું અને (૫) અભિજિત્ નક્ષત્રમાં નિર્વાણ પામ્યા.
તે કાળે અને તે સમયે અહંન કેશલિક શ્રી અષભદેવ પ્રભુ,