________________
પછમ વ્યાખ્યાન.
૨૬૩
હેય તે જ માણસ પર્વત ઉપર ધૂમાડો નીકળતે જોઈ અનુમાન બાંધી શકે કે જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ પણ હેય. આવી રીતે અનુમાન બાંધવામાં પણ પ્રત્યક્ષની જરૂર તે ખરી જ. હવે આત્માની સાથે કેઈને સંબંધ પ્રત્યક્ષ દેખાતું નથી. તે પછી આત્માની સિદ્ધિ અનુમાનથી પણ કેવી રીતે થઈ શકે? આગમથી પણ આત્માનો નિશ્ચય થઈ શક્તો નથી. કેમકે કઈ શાસ્ત્ર આત્માનું અસ્તિત્વ સ્વીકારે છે તે વળી બીજું શાસ્ત્ર આત્મા નથી એમ પ્રરૂપે છે. આવી રીતે પરસ્પર વિરૂદ્ધ જણાતાં શાસ્ત્રોમાં કયું સાચું અને કયું ખોટું? ઉપમા પ્રમાણુથી પણ આત્માની સિદ્ધિ થઈ શકતી નથી. કારણ કે ઉપમા પ્રમાણ તે નજીકના પદાથમાં સાદુ બુદ્ધિ ઉપ્તન્ન કરે છે. જેમકે જંગલમાં ગયેલો માણસ રેઝ નામના જંગલી પશુને ભાળે ત્યારે તેને સાશ્ય બુદ્ધિ ઉદ્દભવે કે જેવી ગાય છે તેવું જ આ પશુ છે. પરંતુ જગત્માં આત્મા જે બીજે કઈ પદાર્થ કયાં છે કે તેના જે આત્મા છે એમ માની શકીએ ? આવી રીતે કઈ પણ પ્રમાણથી આત્માની સિદ્ધિ થઈ શકતી નથી, તેથી આત્મા નથી એમજ માનવું પડે છે. વળી ઘી-દૂધ વિગેરે ઉત્તમ પદાર્થો ખાવાથી શરીર પુષ્ટ બન્યું હોય તે તેમાંથી જ્ઞાન પણ સતેજપણે રે એ કવચિત અનુભવ થાય છે. તેથી શરીરરૂપે પરિણમેલાં પાંચ ભૂતેમાંથી જ જ્ઞાન ઉપન્ન થાય છે એમ માન્યા વિના છૂટકો નથી. એક તે વિજ્ઞાનન' જેવા વેદપદથી તેમજ પ્રત્યક્ષાદિ પ્રમાણથી તું આત્માની સિદ્ધિ કરી શકતું નથી, અને બીજી બાજુ
આત્મા છે” એમ જણાવનારાં વેદવાકયે પણ તે જોયા છે. તેથી તારી સંશયવાળી સ્થિતિ તને ચેન પડવા દેતી નથી. પરંતુ હે ગતમતારો સંશય અનાવશ્યક અને અસ્થાને છે.