________________
અષ્ટમ વ્યાખ્યાન.
૩૮૫ ઘણું મોટું છે. જે કે માત્ર સૂત્રના જ્ઞાતા કહેવાથી પણ દ્વાદશાંગીપણું અને ચાદપૂર્તિપણું આવી જાય છે, પણ વિશેષ ચેખવટ કરવાના હેતુથી એમ પણ કહેવામાં આવે છે કે સમસ્ત ગણધરો ગણિપિટકને ધારણ કરનારા હતા. “ગણ” જેને હોય તે ગણું એટલે કે ભાવાચાર્ય અને પિટક ઍટલે પેટી.
તે અગીયારે ગણધર રાજગૃહ નગરમાં જળરહિત માસભક્તના તપથી, એટલે કે એક માસ સુધી જનનું પ્રત્યાખ્યાન કરીને પાદપગમન અનશનવડે મોક્ષે ગયા છે. શ્રી મહાવીર પ્રભુ મેક્ષ પામ્યા પછી સ્થવિર ઇંદ્રભૂતિ અને સ્થવિર આર્ય સુધર્મા એ બંને મોક્ષ પામ્યા, એટલે અગીયાર ગણધરમાંથી નવ ગણધર તે ભગવંતના જીવતાં જ મેક્ષે ગયા. ઇંદ્રભૂતિ અને આર્ય સુધર્મા ભગવંતના નિર્વાણ પછી મોક્ષ પામ્યા. હમણું જે નિગ્રંથ સાધુઓ વિહાર કરી રહ્યા છે તે સર્વેને આર્યસુધર્મા અણગારના શિષ્ય સંતાન જાણવા. બાકીના ગણધરો શિષ્યસંતાન રહિત છે. કારણ કે પોત પોતાના અવસાનના અવસરે પોતાના ગણ સુધર્માસ્વામીને તેમણે સેપ્યા હતા.
શ્રી સુધર્માસ્વામી શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુ કાશ્યપગોત્રના હતા, તેમને અગ્નિવેશ્યાયન ગેત્રવાળા આર્યસુધર્મા નામે સ્થવિર શિષ્ય હતા. શ્રી વિરપ્રભુની પાટે સુધર્માસ્વામી પાંચમા ગણધર હતા. તેમને જન્મ કુલા સન્નિવેશમાં થયે હતું, તેમના પિતા ધમ્મિલ નામના બ્રાહ્મણ હતા અને માતાનું નામ ભક્ટિલા હતું સુધર્માસ્વામીએ પચાસ વર્ષને અંતે, ચાદ વિદ્યાના પારં ગામી થઈને દીક્ષા લીધી હતી અને ત્રીસ વરસ સુધી વીર પ્રભુની સેવા કરી હતી. વીર પ્રભુના નિર્વાણ પછી બાર વર્ષના