________________
ષષ્ટમ વ્યાખ્યાન.
૨૨૧
રહું?એમ કહી ત્યાંથી છૂટે પડી બીજે માગે ચાલે. માર્ગમાં તેને પાંચસો ચેર મળ્યા. તેમણે ગોશાળાને “મામ, મામો” કહી વારાફરતી તેના ખભા ઉપર સ્વાર થઈ, એવો તે ફેર કે ગોશાળે સાવ લોથપોથ થઈ ગયો ! પછી ચેરે તેને
ત્યાં જ પડતું મૂકી ચાલ્યા ગયા. ગોશાળ ખિન્ન થઈ વિચારવા લાગ્યું કે આના કરતાં તે સ્વામી સાથે રહેવામાં જ મજા છે.” તે પ્રભુની ફરીથી તપાસ કરવા લાગ્યો. પ્રભુ વિચરતા વિચરતા વૈશાલી નગરી પહોંચ્યા.
' લુહારનો ઉપસર્ગ ત્યાં એક લુહારની શાળા ખાલી દેખી, લોકોની આજ્ઞા લઈ, પ્રભુ તેમાં પ્રતિમા ધ્યાને રહ્યા. શાળાને સ્વામી-લુહાર છ મહિના થયાં રોગથી પીડાઈ માંડમાંડ સાજો થઈ, તેજ દિવસે લેટું ઘડવાના હથિયાર હાથમાં લઈ, પિતાની શાળામાં આવતા હતા. ત્યાં પ્રભુને જોવાથી તેને ભારે અપશુકન ભાસ્યું. તેણે ઘણુવડે પ્રભુને મારવાનો નિશ્ચય કર્યો. એટલામાં ઈન્દ્ર અવધિજ્ઞાનથી સર્વ વ્યાપાર જાણું લીધું અને લુહારના ઘણવડે તેને પોતાને જ મારી નાખ્યા. ત્યાંથી વિહાર કરી પ્રભુ ગ્રામાક સન્નિવેશમાં ગયા. અહીં ઉદ્યાનમાં કાઉસગ્ગથ્થાને રહેલા પ્રભુનો બિભેલક નામના યક્ષે સારે મહિમા કર્યો.
કટપૂતના વ્યંતરીને ઉપસર્ગ ત્યાંથી વિહાર કરી પ્રભુ શાલિશીર્ષ નામના ગામમાં ગયા. ત્યાં ઉદ્યાનને વિષે, માહ મહીનાની કડકડતી ટાઢમાં પ્રભુ કાઉસગ ધ્યાને રહ્યા. પ્રભુના ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં તેમને એક વિજયવતી નામની અણમાનીતી રાણે હતી. તે વિજયવતી મરીને, ઘણાં ભવભ્રમણ કરી કટપૂતના નામે વ્યંતરી થઈ હતી.