________________
મ વ્યાખ્યાન.
૨૯
સમગ્ર દેવજાતિનું અપમાન કરતા હા છે. દેવોની એવી અવગણના આપને ન ાલે. મને આપને વિશેષ ખાત્રી કરવી ડાય તા હું પોતે જ તેને એક ક્ષણવારમાં ગભરાવી દઉં ! ’
66
ઇન્દ્રે વિચાર્યું કે જો હું ધારૂં તે સંગમને હમણા જ ખેલતા બંધ કરી શકું. પણ જો હું તેને અત્યારે હુકમ કરી જતા અટકાવી દઈશ તો તે દ્ધિ એમ જ સમજશે કે તીર્થંકરો તા પારકાની સહાથી જ તપ કરે છે. એક સંગમના મનમાં નહીં પણ લગભગ બધા દેવાના મનમાં ખાટાં ભૂત ભરાઇ જશે. માટે અત્યારે તા આ દુષ્ટને તેનુ ધાયું કરવા દેવામાં જ લાભ છે. સમયને માન આપી તે માન રહ્યો.
29
•
ક્રોધથી ધમધમી રહેલા સગમદેવ પ્રભુને ચલાયમાન કરવા, ઇન્દ્ર સમક્ષ પ્રતિજ્ઞા કરી, તુરતજ સભામાંથી ચાલી નીકળ્યેા. અને સીધા પ્રભુ પાસે આવી ઉભા રહ્યા.
પ્રભુની શાંત મુખમુદ્રામાંથી શાંતિ અને કરૂણાની અમીધાર ઝરતી હતી. પણ સ’ગમને તેા તે ઉલટુજ પરિણમ્યું. કારણુ કે તેનું હૃદય ક્રોધ અને ઇર્ષોથી ધગી રહ્યુ હતુ.
(૧) સા પ્રથમ તેણે ધુળના વરસાદ વરસાવ્યે, ધુળથી પ્રભુનું સારૂં શરીર ઢંકાઈ ગયું. નાક, આંખ અને કાન વગેરે શરીરનાં દ્વાર એવાં તે પૂરી દીધાં કે પ્રભુને શ્વાસેાચ્છવાસ પણ રૂધાઇ ગયા. એટલેથી પણ પ્રભુનું ધ્યાન ન તૂટયું.
(૨) ધુળને ખ ંખેરી નાખી, તે દુષ્ટે વજ્ર જેવા કઠાર મુખવાળી કીડીએ પ્રભુના શરીર ઉપર વળગાડી. સાયની જેમ તે કીડીઓએ પ્રભુનું શરીર ચાળણી જેવું કરી નાખ્યુ અને એક તરફથી પ્રવેશ કરી બીજી તરફ કીડીઓ નીકળી શકે એવું અનાવી મૂકયું. છતાં ક્ષમાસાગર તેા અચળ જ રહ્યા.