________________
૨૨૨
શ્રી કલપસવતે વ્યંતરીએ પ્રભુને દેખી–પૂર્વભવનું વૈર સંભારી, વૈરને બદલે લેવા તાપસીનું રૂપ વિકુવ્યું. પછી જટામાં હિમ જેવું ઠંડું જળ ભરી, પ્રભુના શરીર ઉપર છાંટવા માંડયું. તે જળ વડે પ્રભુને એવો તે આકરે શીત ઉપસર્ગ થયો કે, જે બીજે કઈ સાધારણ જન–પ્રાણી હોય તે ત્યાંજ ઠંડીથી અચેત બની જાય. પ્રભુએ આખી રાત એ ઉપસર્ગ શાંતિથી વેદ્યો. અંત સુધી પ્રભુને નિશ્ચલ રહેલા જોઈ વ્યંતરીને ક્રોધ શમ્ય અને પૂર્વવૈર ત્યજી પ્રભુના ચરણમાં નમી પડી. ઉપસર્ગને સમભાવે સહન કરતા અને છઠ્ઠના તપ વડે વિશુદ્ધ થતા પ્રભુને તે વખતે લોકાવધિ અવધિજ્ઞાન ઉત્પન્ન થયું.
મગધમાં વિહાર ત્યાંથી વિહાર કરી પ્રભુભદ્રિકાપુરીએ આવ્યા. ત્યાં માસી તપવડે તથા વિવિધ પ્રકારના અભિગ્રહો વડે આત્માને ભાવતા, છઠું ચોમાસું રહ્યા. અહીંઆ ગોશાળે પણ શોધતે શેતે ફરી પાછ છ મહીને પ્રભુને આવી મળે. પ્રભુએ માસી તપનું પારણું નગરીની બહાર કરી, તુબંધ મગધદેશમાં ઉપસર્ગ રહિતપણે વિહાર કરવા માંડયે. - મગધદેશમાં આઠ માસ ઉપસર્ગ રહિત વિચરી ભગવાન્ મ. હાવીર આલંભિકા નગરીમાં ચાતુર્માસ કરવા પધાર્યા. ત્યાં માસી તપ વડે સાતમું ચાતુર્માસ પુરૂં કરી,નગરીની બહાર પારણું કર્યું. ત્યાંથી વિહાર કરી તેઓ કુંડગ સન્નિવેશમાં વાસુદેવના ચિત્યમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગોશાળ પણ વાસુદેવની પ્રતિમા સામે પુંઠ રાખીને બેઠે, તેથી લોકોએ તેને ત્યાં પણ ફૂટ ! કર્મરૂપી શત્રુને મર્દન કરનારા પ્રભુ ત્યાંથી વિહાર કરો મર્દન ગામ પધાર્યા અને ત્યાં બળદેવના મંદિરમાં પ્રતિમા ધ્યાને રહ્યા. ત્યાં ગે શાળ બળદેવના મુખને વિષે પુરૂષચિન્હ રાખીને રહ્યા, તેથી લોક