________________
૬૮
.
શ્રી કપિસૂત્ર
જેના નામ સ્મરણ માત્રથી સર્વ દુઃખ શમી જાય એવા ભગવાનને પણ તે જેલેશ્યાની ગેડી અસર તે જરૂર થઈ. તેઓ તે લેશ્યાના તાપથી છ મહિના સુધી પીડાયા, છ મહિના સુધી લોહીખંડ ઝાડે રહ્યું.
પ્રભુને કેવળજ્ઞાન થયા પછી ઉપર પ્રમાણેને ઉપસર્ગ થયે તે પહેલું આશ્ચર્ય!
બીજું અજીરૂં–ગર્ભહરણ. પહેલાના કોઈ જીનેશ્વરને વિષે એવું થયું નથી, પણ શ્રી મહાવીર પ્રભુના ગર્ભનું સંક્રમણ દેવાનંદાની કુક્ષિમાંથી ત્રિશલા રાણીની કુક્ષિમાં થયું તે બીજું આશ્ચર્ય.
ત્રીજું અચ્છેરુ–સ્રી તીર્થકર. તીર્થકર હંમેશા પુરૂષ હોય એવા નિયમ છે. પરંતુ આ અવસર્પિણીમાં મિથિલા નગરીના રાજા-કુંભરાજની કન્યા–મલ્લિ નામે કુંવરીએ તિર્થંકર રૂપે તીર્થ પ્રવર્તાવ્યું એ ત્રીજું આશ્ચર્ય.
ચોથું અચ્છેરું–અભાવિત પર્ષદા. તીર્થકરની દેશના કોઈ પણ વખતે સાવ નિષ્ફળ જતી નથી. પણ આ અવસર્ષિણીમાં શ્રી વીરપ્રભુએ કેવળજ્ઞાન પામ્યા બાદ, દેએ રચેલા પહેલા સમવસરણની અંદર દેશના દીધી, છતાં કોઈને વિરતિપરિણામ થયાં નહીં, એ ચોથું આશ્ચર્ય.
પાંચમું અ –પદી માટે નવમા વાસુદેવ શ્રી કૃષ્ણનું અપરકંકા નામે નગરીમાં જવું. એ આખો બનાવ નીચે પ્રમાણે –એક દિવસ નારદ ઋષિ પાંડેની ભાવી પત્ની દ્રૌપદી પાસે આવી ચડ્યા. નારદને પ્રાયઃ સૌ કોઈ આદર સન્માન આપતું. પણ સતિ દ્રૌપદીએ તેમને અસંયતિ જાણું કંઈ સત્કાર ન કર્યો. નારદજીને એથી બહુ માઠું લાગ્યું અને તેમણે તે જ વખતે