________________
(૩૧૦
શ્રી કલ્પસૂત્રપેઠે જાણી લેવું. ફેર માત્ર એટલે કે શ્રી મહાવીર પ્રભુને બદલે પાર્શ્વનાથ પ્રભુનું નામ મૂકવું. પુત્રજન્મને બારમે દિવસે સગાંસંબંધી તથા જ્ઞાતિજનેને આમંત્રી, ભેજન કરાવી, અશ્વસેન રાજાએ તેમને સંબોધીને કહ્યું કે:-“હે દેવાનુપ્રિયે! અમારે આ બાળક ગર્ભમાં હતો ત્યારે શસ્યામાં રહેલી તેની માતાએ રાત્રે અંધકારમાં પણ “પાર્વ” એટલે પડખેથી જતા કાળસર્પને જે હતું, તેથી અમે આ કુમારનું “પાર્થ” એવું નામ પાડીએ છીએ. ” ઈન્દ્ર પાસેથી આજ્ઞા પામેલી ધાત્રીઓ, જગત્પતિ શ્રી પાર્શ્વનાથ પ્રભુનું લાલન પાલન કરવા લાગી. તેઓ. બીજના ચન્દ્રમાની પેઠે વૃદ્ધિ પામતાં અનુક્રમે નવ હાથ ઉંચી કાયાવાળી
વન અવસ્થાને પ્રાપ્ત થયા, અને કુશસ્થલ નગરના પ્રસેનજીત રાજની પ્રભાવતી નામની કન્યા સાથે માતાપિતાએ આગ્રહથી તેમને વિવાહ પણ કર્યો.
પંચાગ્નિતપ તપતે તાપસ-કમઠ એક વાર ભગવાન શ્રી પાર્શ્વનાથ પિતાના મહેલના ઝરૂખામાં બેસી વારાણસી નગરીનું અવલોકન કરી રહ્યા હતા. એટલામાં કેટલાક માણસે, હાથમાં પુષ્પ વિગેરે પૂજાની સામથ્રી લઈ એક દિશા તરફ જતાં તેમની દષ્ટિએ પડ્યા. પોતાના એક સેવકને પૂછયું -“આ નગરજને ક્યાં જાય છે?” સેવકે જવાબ આપે
પ્રભુ! કે એક ગામડામાં કમઠ નામને એક દરિદ્ર બ્રાહ્મણપુત્ર રહેતું હતું. નાનપણમાં જ તેનાં માબાપ મરી ગયા હતાં. તેથી ગામના માણસે તેને દરિદ્ર અને નિરાધાર માની ઉછેરતા. એક વખતે રત્નજડિત ઘરેણાંથી શણગારાયેલાં નગરજનેને જોઈ તે કમઠે વિચાર્યું કે-“મને ખાવાને અન્ન તથા પહેરવાને વસ્ત્રનાં પણ ફાંફાં છે અને આ લોકોના વૈભવને તે કંઈ પારજ નથી. પણ એમાં કોઈને દેષ શું કહાડ ? એ લેકેએ પર્વજન્મમાં